Kam Ni Vaat : મતદાર યાદીમાં તમારું નામ નથી તો કેવી રીતે ઓનલાઈન ઉમેરશો નામ? જાણો તમારા કામની વાત

તમારી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો પણ તમે ઓળખના કોઈ અન્ય પુરાવા દ્વારા વોટિંગ કરી શકો છો. બસ શરત એટલી છે કે તમારું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ.

Dipali Barot
| Edited By: | Updated on: Sep 12, 2022 | 5:42 PM

ચૂંટણી (Election) નજીક આવી રહી છે તેમ-તેમ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા લોકોના નામ મતદાર યાદીમાં નોંધવાની, તેને દૂર કરવાની કે પછી સુધારવાની પ્રક્રિયા શરુ થઈ છે. ઘણા લોકો અલગ સરનામા પર શિફ્ટ થયા હોય તો તેમને જૂની મતદાર યાદીમાંથી નામ કઢાવી નવી જગ્યાએ મતદાર યાદી (Electoral Roll)માં નામ નોંધાવવાનું હોય છે. જોકે, ઘણા નાગરિકોની ફરિયાદ હોય છે કે તેઓ ઓફિસમાં બિઝી હોવાથી લાઈનમાં ઉભા રહી મતદાર યાદીમાં સુધારો કરાવી શકે તેમ નથી. આવા લોકો માટે એક ગુડ ન્યૂઝ એ છે કે હવે તમારે મતદાર યાદીમાં તમારું નામ ઉમેરવા માટે લાઈનમાં ઉભા રહેવાની કોઈ જરુર નથી. તમે જાતે જ ઓનલાઈન આ કામ કરી શકો છો અને તે ઘણું સરળ પણ છે. આપને જણાવી દઉં કે તમારી પાસે ચૂંટણી કાર્ડ (Election card) ન હોય તો પણ તમે ઓળખના કોઈ અન્ય પુરાવા દ્વારા વોટિંગ (Voting) કરી શકો છો. બસ શરત એટલી છે કે તમારું નામ મતદાર યાદીમાં હોવું જોઈએ. તો જાણો

કેવી રીતે મતદાર યાદીમાં ઓનલાઈન નામ ઉમેરશો ?

  1.  સૌથી પહેલા તમારે નેશનલ વોટર્સ સર્વિસ પોર્ટલ www.nvsp.in ઓપન કરવાનું છે.
  2.  આ વેબસાઈટ પર તમને હોમ પેજમાં જ પહેલી વાર નામ રજિસ્ટર્ડ કરાવવાનું, જો તમે ભારતમાં ન રહેતા હો અને તમારે તમારું નામ ઓવરસીસ વોટર (Overseas Voter) તરીકે રજિસ્ટર કરાવવું હોય તો, મતદાર યાદીમાંથી નામ દૂર કરવા, નામ કે સરનામામાં કોઈ ભૂલ હોય તો તે સુધારવા માટેના તમામ ઓપ્શન્સ મળી રહેશે.
  3. બસ તમારે જે કામ છે તે લિંક પર ક્લિક કરશો એટલે તરત જ તેના માટેનું ઓનલાઈન ફોર્મ ખૂલી જશે.
  4. આ ઓનલાઈન ફોર્મમાં જરૂરી માહીતી ભરો.
  5. તમારે તમારા ડોક્યુમેન્ટ્સમાં જે નામ ચાલતું હોય તે પ્રમાણે તમારું નામ લખવાનું છે.
  6. મતદાર યાદીમાં નામ ઉમેરવા તમારે વેલિડ આઈડી કે પછી એડ્રેસ પ્રુફની સોફ્ટ કોપી અટેચ કરવી પડશે.
  7. જેના માટે તમે મોબાઈલ ફોનમાં જ સીધો તેનો ફોટોગ્રાફ લઈને તેને તમારા કમ્પ્યુટર કે લેપટોલમાં સેવ કરી શકો છો અથવા તો મોબાઈલથી જ તેને અપલોડ કરી શકો છો.
  8. એપ્લિકેશન સબમિટ થતાં જ મેસેજ મળશે.
  9. તમે જેવું તમારું ફોર્મ સબમિટ કરશો કે તમને તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તેનો SMS આવી જશે.
  10. અને તમે જે ઈમેલ આઈડી આપ્યું હોય તેમાં પણ મેલ મળી જશે.
  11. અહીં તમને તમારો એપ્લિકેશન નંબર તેમજ એપ્લિકેશનનું સ્ટેટસ ટ્રેક કરવા માટેની લિંક પણ મળી જશે.
Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">