Junagadh : જુનાગઢ, ઉપલેટા સહિત આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી ધડાકા સાથે રહસ્યમય લાઇટો દેખાઈ, લોકોમાં કુતૂહલ

Junagadh : એલિયન, સ્પેસ શીપ જેવા શબ્દોને લઈને લોકો અલક મલકની ચર્ચા કરતાં થઈ ગયા છે. આ અવકાશી પ્રકાશ પાછળ શું હકીકત છે એ તો હવે સબંધિત વિભાગમાંથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યા પછી જ ખબર પડશે.

  • Updated On - 11:01 pm, Mon, 21 June 21 Edited By: Rahul Vegda

Junagadh : જાણે કોઈ સાઇન્સ ફિક્શન ફિલ્મનું દ્રશ્ય હોય તે રીતે ઉપલેટા, ભયાવદાર સહિત જૂનાગઢ અને તેના આસપાસના વિસ્તારોમાં એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. જેમાં ઉપલેટા તેમજ ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં ભેદી ધડાકો સંભળાયો હતો અને બાદમાં આકાશમાં ચમકતી રહસ્યમય લાઇટો જોવા મળી હતી.

ભેદી ધડાકા અને ચમકતી રહસ્યમય લાઇટો જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. લોકોએ આ અવકાશી નજારાના વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. જે હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે.

એલિયન, સ્પેસ શીપ જેવા શબ્દોને લઈને લોકો અલક મલકની ચર્ચા કરતાં થઈ ગયા છે. આ અવકાશી પ્રકાશ પાછળ શું હકીકત છે એ તો હવે સબંધિત વિભાગમાંથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યા પછી જ ખબર પડશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati