Junagadh: ભેંસાણમાં ભાજપના અગ્રણી પુુત્રએ આત્મહત્યા કરી, 6 લોકો સામે ગુનો નોંધાયો

Junagadh : ભેંસાણના ભાજપના અગ્રણીના પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા (Suicide)કરી લેતા ખળભળાટ મચ્યો છે.  રાજકોટના રુડા ( Rajkot Ruda)ના કાર્યપાલક ઈજનેર સહિત 6 લોકોએ કરોડો રુપિયાનો ગોટાળા કરતા ધવલ ડોબરીયાએ આત્મહત્યા કરી છે.

  • Updated On - 1:00 pm, Thu, 17 June 21 Edited By: Pinak Shukla

Junagadh :  ભેંસાણના ભાજપના અગ્રણીના પુત્રએ ઝેરી દવા પી આત્મહત્યા (Suicide)કરી લેતા ખળભળાટ મચ્યો છે.  રાજકોટના રુડા ( Rajkot Ruda)ના કાર્યપાલક ઈજનેર સહિત 6 લોકોએ કરોડો રુપિયાનો ગોટાળા કરતા ધવલ ડોબરીયાએ આત્મહત્યા કરી લીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 6 લોકો સામે ભેંસાણ પોલીસ સ્ટેશન (Bhesan Police Station)માં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં રહેતા ભાજપ (BJP) આગેવાનના પુત્ર ધવલ ડોબરીયાએ રાજકોટ પ્રધાન મંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana)માં કરોડો રૂપિયા રોકાણ કરી કોન્ટ્રાકટનો કામ શરૂ કર્યો હતો,  જેમાં રૂડા ( Ruda) ના કાર્યપાલક ઈજનેર કમલેશ ગોંડલીયા અને પોતાના ભાગીદાર કોન્ટ્રાકટર પીયુષ પાનસૂરિયા, સંદીપ ગમઢા, કુમન વરસણી, સંજય સાકરીયા અને મયુર એ મૃતક સાથે 5 કરોડ રૂપિયા ઉપરનું ગોટાળો કરતા ધવલે હિસાબની માંગણી કરતા રૂપિયા બાબતે આ તમામ લોકોએ હાથ ઊંચા કરી દીધા હતા.
સરકારમાંથી આવેલા રૂપિયાનો કોઈ હિસાબ રજૂ ન કરતા અને તમામ રૂપિયા ધવલ ને ભરવાનું કાર્યપાલક ઈજનેર જણાવતા ધવલે અંતિમ પગલું ભર્યું હતું.  ફરિયાદીના જણાવ્યા અનુસાર બે માસ પહેલા મારા પિતાજીએ આ લોકોના ત્રાસથી કંટાળી આત્મહત્યા(Suicide)નો પ્રયાસ કર્યો હતો,  આ ઘટના બાદ પણ ધવલના ભાગીદારો તેને ફોન કરી રૂપિયા બાબતે માનસિક ત્રાસ આપતા હતા.  મૃતક ધવલે આત્મહત્યા કર્યા પહેલા સ્યુસાઈડ નોટ (Suicide note) લખી હતી. તેમાં કાર્યપાલક ઈજનેર સહિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે.

રાજકોટ સરકારી આવાસ યોજનામાં 5 કરોડનો ગોટાળો થતા ધવલે અંતિમ પગલું ભરીને મોતને વ્હાલું કર્યું હતું, ત્યારે તેમના પરિવારમાં તેમના પત્ની અને 6 માસની નાની બાળકી નોંધારા બન્યા હતા, મૃતકની પત્નીના જણાવ્યા અનુસાર મારા પતિ જ્યારે ઘરે  આવતા ત્યારે કહેતા કે, આટલી મોટી રોકમનો ગોટાળો સહન કરી શકું તેમ નથી.  જેના માટે મે અને મારા સાસુએ અમારા દાગીના પણ વેચી ધવલને પૈસા આપ્યા હતા. સતત માનિસક તણાવમાં આવી ધવલે આત્મહત્યાનું પગલું ભર્યું છે.

મૃતકની પત્નીએ કહ્યું કે,  મારા પતિને આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.ફરિયાદીના આધારે પોલીસે 1 પિયુષ પાનસૂરિયા, 2 સંદીપ ગમઠા,  3 કુમન વસાણી,  4 કમલેશ ગોંડલીયા,  5 સંજય સાકરીયા,  6 મયુર દર્શન સ્ટોન વાળા એમ 6 ઈસમો વિરુદ્ધ મારવા માટે મજબૂર કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે ભેંસાણ પોલીસ ((Bhesan Police) તપાસ કરી રહી છે.