JUNAGADH : સકકર બાગ ઝૂમાં 8 સિંહને લાવવામાં આવ્યા છે. આ એ જ સિંહ છે, જે રાજકોટના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. જ્યાં ગૌશાળામાં ઘુસીને ગાયોનું મારણ કર્યું હતું. આ 8 સિંહનું રાજકોટ સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ તમામ સિંહને હાલ સકકર બાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. અહીંથી ઉચ્ચ અધિકારીની સૂચના બાદ તમામને ફરી જંગલમાં છોડવામાં આવશે.