Junagadh : પૂર્વ મેયરના પુત્રની હત્યા મામલે વધુ 5 લોકોની ધરપકડ, કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar) 2 જૂન 2021ના દાતાર મંજીલ, જ્જ કોલોની પાસે હથિયારના અસંખ્ય ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

  • Publish Date - 10:09 am, Wed, 16 June 21 Edited By: Bhavesh Bhatti

Junagadh : જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar) 2 જૂન 2021 ના દાતાર મંજીલ, જ્જ કોલોની પાસે તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં અગાઉ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

2 જૂન 2021ના જુનાગઢના બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારનો પુત્ર ધર્મેશભાઇ પરમાર એકટિવા પર જઇ રહ્યો હતો તે સમયે પીછો કરી અજાણ્‍યા શખ્‍સોએ અચાનક તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા નિપજાવી હતી.આ ઘટનામાં અગાઉ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓ રિમાન્ડ દરમિયાન ભાંગી પડયા હતા અને કાવતરું ઘડનાર 5 શખ્સોના નામ આપ્યા હતા. આ બાદ વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યાનું કાવતરૂ ઘડવામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીમાં ગીતાબેન કાળાભાઇ દુદાભાઇ સાઉ, હેતલબેન ઉર્ફે હેતી અશોકભાઇ કાળાભાઇ સાઉ, અશોક કાળાભાઇ સાઉ, રાકેશ કાળાભાઇ સાઉ અને અશોક કાંતીભાઇ પરમારની ધરપકડ કરી છે.

પોલીસે હત્યાનો મુખ્ય આરોપી સંજય ઉર્ફે બાડીયો સુરેશ ઉર્ફે દુલાભાઇ સોલંકી અને અન્ય 5 આરોપીને સાથે કાવતરું ઘડયું હતું ત્યાં જઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati