Jamnagar : ‘જે યુવતી શરતો નથી માનતી, તેને કાઢી મૂકવામાં આવે છે’, એટેન્ડન્ટ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Jamnagar : જામનગરની જી.જી સરકારી હોસ્પિટલમાં (G.G hospital) બીજી લહેર દરમિયાન હોસ્પિટલ દ્વારા અટેન્ડન્ટોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 16, 2021 | 8:53 AM

Jamnagar : જામનગરની જી.જી સરકારી હોસ્પિટલમાં (G.G hospital) બીજી લહેર દરમિયાન સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવ્યા હતા. જેના કારણે હોસ્પિટલ દ્વારા અટેન્ડન્ટોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી 800 જેટલા યુવક-યુવતીઓની 10 હજારના ફિક્સ વેતને હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી. પરંતુ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે.

મહિલા એટેન્ડન્ટે સુપરવાઇઝરો પર શોષણનો આરોપ લગાવ્યો છે. સુપરવાઇઝરો પર ગંભીર આક્ષેપ સાથે જામનગર જી જી હોસ્પિટલના તમામ એટેન્ડન્ટ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિલા એટેન્ડન્ટ્સના કહેવા પ્રમાણે, જે મહિલા કે યુવતી સુપરવાઇઝરોની શરતો માની લે છે. તેને જ નોકરી પર રાખવામાં આવે છે.

જ્યારે બીજા બધાને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ સિવાય અન્ય એટેન્ડન્ટ્સને પણ પગાર ન આપીને કારણ વગર નોકરીમાંથી કાઢી નાખવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જ પગાર નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે તંત્રએ મહિલા એટેન્ડેન્ટના આક્ષેપોને નકાર્યા છે. શારીરિક શોષણના આક્ષેપ પર જવાબ આપતા ઇન્ચાર્જ તબીબી અધિક્ષકે કહ્યું કે, હોસ્પિટલ તંત્રને આવી કોઇ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસની ખાતરી પણ તેમણે આપી. આ ઉપરાંત એટેન્ડેન્ટ્સને છૂટા કરવા મામલે પણ તેમણે સ્પષ્ટતા આપી હતી.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">