Jamnagar : જી.જી હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે HR મેનેજર અને એટેન્ડન્ટ સુપરવાઈઝર સામે પોલીસ ફરિયાદ

Jamnagar : જામનગરની જીજી હોસ્પીટલના (G.G hospital) HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે શારિરીક છેડછાડની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 9:33 AM

Jamnagar : જામનગરની જીજી હોસ્પીટલમાં (G.G hospital) મહિલા એટેન્ટન્ટ દ્રારા જાતીય સતામણીના આક્ષેપો કરાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મહિલા એટેન્ટન્ટના યૌન શોષણ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં 60થી વધુ યુવતીઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું હતું.

મહિલા એટેન્ડેન્ટના આ અવાજ ગાંધીનગર સુધી પહોચ્યો હતો. તપાસ કમિટી રચી તટસ્થ તપાસના આદેશ અપાયા હતા. તપાસ કમિટીમાં પ્રાંત અધિકારી, ASP અને મેડિકલ કોલેજના ડીન કરવામાં આવ્યો હતો. એક સપ્તાહની SITની તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ત્રણ સભ્યોની કમિટીના રિપોર્ટના આધારે હોસ્પિટલના HR મેનેજર એલ.બી.પ્રજાપતિ અને એટેન્ડન્ટ સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણ સામે શારિરીક છેડછાડની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે બંને આરોપીઓની અટક કરી કોરોના ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, કોરોનની બીજી લહેર દરમિયાન હોસ્પિટલ દ્વારા અટેન્ડન્ટોની તાત્કાલિક ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી 800 જેટલા યુવક-યુવતીઓની 10 હજારના ફિક્સ વેતને હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી. પરંતુ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનારી યુવતીએ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો છે.

સમગ્ર મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્રારા આ બનાવને દુ:ખદ અને શરમજનક હોવાનું જણાવ્યું હતું. રાજય સરકાર દ્રારા યોગ્ય રીતે તપાસ કરીને દોષિતો સામે કડક પગલા લઈને દાખલો બેસાડવામાં આવશે. ફરી કોઈ જગ્યાએ આવા બનાવ ના બને. આ સાથે જણાવ્યુ કે સમગ્ર મામલો સામે લાવવા દિકરીએ હિંમત દાખવી તે સારી બાબત છે તે ગભરાય નહી સરકાર છે અને કડક કાર્યવાહી કરશે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">