Jamnagar : કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના કેસમાં ભાજપના ધારાસભ્ય નિર્દોષ ઠર્યા

Jamnagar : 2007માં જામનગર જિલ્લાના ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ(MLA Raghavji Patel) અને અન્ય 3 વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી

Charmi Katira
| Edited By: | Updated on: Jun 15, 2021 | 9:56 AM

Jamnagar : 2007માં જામનગર જિલ્લાના ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ(MLA Raghavji Patel) અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકાર સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટ ધારાસભ્યને નિર્દોષ છોડી મુક્યા છે.

જે તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય અને હાલ જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ અને સમર્થક નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જીતુ શ્રીમાળી, જયેશ ભટ્ટ અને કરણસિંહ જાડેજાને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેમાં ધારાસભ્ય રાઘવજી પટેલ અને અન્ય આરોપીઓને 6 મહિનાની સજા અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  કોર્ટે શંકાનો લાભ આપીને  નિર્દોષ જાહેર કર્યા છે.

તો જયારે સબ્બીર ચાવડા, પાચા વરુ અને લગધીરસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ સજાને પડકારતા ધારાસભ્ય સહિતનાઓએ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી જામનગર કોર્ટેમાં કરવામાં આવી રહી હતી. જેમાં સુનાવણી દરમિયાન કોર્ટે તમામને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી તે સમયે રાઘવજી પટેલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જોકે બાદમાં ધારાસભ્ય રાઘવજી પટેલે અપક્ષ પડતો કરી અને ભાજપમાં જોડાયા હતા.  હાલ પણ જામનગર ગ્રામ્યમાં ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">