Jamnagar: વિધાર્થીઓએ બનાવ્યુ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગી આયન એન્જીન, અવકાશમાં પ્રદુષણ ઘટાડવામાં પણ કરશે મદદ

Jamnagar: જામનગરના ત્રણ વિધાર્થીઓ ION ENGINE તૈયાર કર્યુ છે. વિધાર્થીઓનો દાવો છે કે ઈસરો (ISRO) જેવી સંસ્થાની માન્યતા મળશે, તો અવકાશી યાન માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: May 29, 2021 | 3:58 PM

Jamnagar: જામનગરના ત્રણ વિધાર્થીઓ ION ENGINE તૈયાર કર્યુ છે. વિધાર્થીઓનો દાવો છે કે ઈસરો (ISRO) જેવી સંસ્થાની માન્યતા મળશે, તો અવકાશી યાન માટે ખુબ ઉપયોગી સાબિત થશે. બે વર્ષની મહેનત બાદ એક સફળ આયન મશીન તૈયાર કરવામાં આવ્યું છે.

The students built a ion engine useful in rocket technology.

સ્પેસયાન, રોકેટ, સેટેલાઈટ જેવા અવકાશીયાનમાં ખુબ ઉપયોગી થઈ શકે તેવુ મોડેલ જામનગરના વિધાર્થીઓ તૈયાર કર્યુ છે. જામનગરની સરકારી પોલીટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ આયન મશીન તૈયાર કર્યુ છે. આ એન્જિન Ionization ની પ્રક્રિયા પર કાર્ય કરે છે.

અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તે પોઝિટિવ ચાર્જ થાય છે. આ પોઝિટિવ ચાર્જ આયનને જુદી જુદી grid થી પ્રવેગિત કરી THRUST મેળવી શકાય છે. તેનાથી સ્પેસ ક્રાફ્ટ ચલાવી શકાય છે. અને વળી તેનો ઉપયોગ સ્પેસ શટલ અને સેટેલાઈટમાં પણ કરી શકાય છે. માધ્યમ તરીકે આર્ગન, ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુ નો ઉપયોગ કરી શકાય છે.

આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટ નો ડાયરેક્ટ THRUST માં રૂપાંતર થઇ શકે છે કોઈ જ રોટેટીંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ પાવર આપી શકાય છે. આ રીતે તૈયાર થયેલ રોકેટ હાલ માં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ સસ્તા છે.

હાલમાં વપરાતા રોકેટ એક જ વખત વાપરી શકાય છે જ્યારે આ રોકેટ ખૂબ લાંબા સમય સુધી વાપરી શકાય છે. હાલ માં વપરાતા રોકેટમાં બળતણને કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આ પ્રોજક્ટમાં બનાવેલ ટેકનોલજીથી પ્રદૂષણ નિવારી શકાશે.

ઇલેક્ટ્રિકલ વિભાગ, સરકારી પોલીટેકનિક, જામનગરનાં છેલ્લા વર્ષના વિદ્યાર્થી સંગમ કુમાર, ગામીત યુસુબ, સોઢા મહિરાજ કે જેમણે બે વર્ષથી SSIP અંતર્ગત પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનનાં સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અમને SSIPની ૪૦ હજારની ગ્રાન્ટ પણ મળેલ છે.

ઉપરોક્ત પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો આપણા દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી થાય તેમ છે. મોટાભાગની કામગીરી હવે પૂર્ણ થઈ ચુકી છે. અમે તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. પરંતુ તેનું વિવિધ પેરામીટર પર ટેસ્ટિંગ કરવાનું બાકી છે તે માટે અમે ઇસરો, SKYROOTS અને બીજી સંસ્થાઓનો સંપર્ક કર્યો છે.

વિધાર્થીઓનો દાવો છે કે આયન મશીનથી અવકાશીયાનને ઈધણથી જે રીતે મોકલવામાં આવે છે તે રીતે અવકાશમાં પહોચ્યા બાદ આ મશીનમાં સોલાર સાથે મુકીને તેને લાંબા સમય સુધી અવકાશમાં ઉપયોગી થશે. સાથે ઈંધણના કારણે થતો પ્રદુષણ પણ ઓછુ થશે. અવકાશ સાથે સંકળાયેલી એજન્સીઓની મદદ અને માન્યતા મળે તો અવકાશીક્ષેત્રે આ શોધ ઉપયોગી સાબિત થશે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">