RRR અને ગંગુબાઈ કાઠિયાવાડી સક્સેસ પાર્ટીમાં જેકલીન-રણવીરનો જોવા મળ્યો કુલ અંદાજ

જેકલીન અને રણવીર સિંહ- આ બંને બોલિવુડના એવા સ્ટાર્સ છે કે, જેઓ તેમના બેહદ કુલ અંદાજ અને યુનિક ફેશન સેન્સ માટે હંમેશા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરતાં રહે છે. તેમની એક એક અદા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

RRR અને ગંગુબાઈ કાઠિયાવાડી સક્સેસ પાર્ટીમાં જેકલીન-રણવીરનો જોવા મળ્યો કુલ અંદાજ
Jacqueline Fernandez & Ranveer Singh File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 8:16 PM

તાજેતરમાં બોલિવુડની રીલીઝ થયેલી ફિલ્મો ‘RRR’ અને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) ફિલ્મોએ તમામ ફિલ્મોની સફળતાઆ રેકોર્ડ્ઝ બ્રેક કરી નાખ્યા છે. આ ફિલ્મો થકી જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટને (Alia Bhatt) ‘ન્યુ સુપરસ્ટાર’ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે. હાલમાં, આ બંને ફિલ્મોની જંગી સફળતા પર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડના અનેક જાણીતા સ્ટાર્સે હાજરી આપીને હોટનેસનો તડકો લગાવ્યો હતો. RRR ફિલ્મે અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે રૂપિયા 800 કરોડ કરતાં પણ વધુ કમાણી કરી લીધી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ વખાણી રહ્યા છે.

આ સ્ટાર સ્ટડેડ સક્સેસ પાર્ટીમાં બોલિવુડના જાણીતા કલાકાર રણવીર સિંહ, અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ, જેકલીન ફર્નાંડીઝ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપીને આકર્ષણ જગાવ્યું હતું. અત્યાર આ સક્સેસ પાર્ટીના વિડિયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
View this post on Instagram

A post shared by RRR Movie (@rrrmovie)

વર્ષ 2022 ભારતીય સિનેમાના ઈતિહાસની બે સૌથી મોટી ફિલ્મોનું સાક્ષી બન્યું છે. જેમાં એસ.એસ. રાજામૌલીની RRR અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી. RRRમાં જુનિયર NTR, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર તેના પ્રથમ સપ્તાહમાં રૂ. 527 કરોડની કમાણી કરી હતી, તે દેશમાં બીજા ક્રમની સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ છે.

બીજી તરફ, ગંગુબાઈ કાઠિયાવાડીમાં સ્ટાર્સ આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શાંતનુ મહેશ્વરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે ઘણી પ્રશંસા મેળવી હતી અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

01/04/2022ના રોજ પેન સ્ટુડિયોએ RRR અને ગંગુબાઈ કાઠિયાવાડી માટે સક્સેસ બેશનું આયોજન કર્યું હતું. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના અનેક એ-લિસ્ટર્સ આ પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેમાં સુપરસ્ટાર રણવીર સિંહ તેની આગવી સ્ટાઇલમાં પહોંચ્યા હતા. તેણે ઓલ-બ્લેક પોશાકમાં તેનો શાનદાર લૂક દર્શાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

આ પાર્ટીમાં અભિનેતા અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમ પણ પહોંચ્યા હતા. તેઓ બંને અદભૂત દેખાતા હતા. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ખૂબસૂરત બ્લેક ડ્રેસમાં ‘ ગ્લેમરસ દિવા’ જેવી દેખાતી હતી. તેણે કેમેરા સામે આકર્ષક પોઝ પણ આપ્યા હતા.

આ ઉપરાંત, અનિલ કપૂર, અનુપમ ખેર, શબાના આઝમી, જાવેદ અખ્તર અને શાંતનુ મહેશ્વરી સહિત અન્ય હસ્તીઓએ તેમની હાજરીથી આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ ઉપરાંત, સુભાષ ઘાઈ, પ્રકાશ રાજ, વિક્રમ ભટ્ટ, તનુશ્રી દત્તા, અસિત મોદી, શૈલેષ લોઢા, રવિ દુબે, સરગુન મહેતા, જન્નત ઝુબેર સહિત અન્ય ઘણી હસ્તીઓ પાર્ટીમાં પહોંચી હતી. તેઓએ તેમના અદભૂત પોશાકથી રેડ કાર્પેટ પર સ્ટાઈલનો તડકો લગાવ્યો હતો.

આ પણ વાંચો – RRR Box Office Collection: અનસ્ટોપેબલ SS રાજામૌલીની ફિલ્મ, RRRની કમાણી વિશ્વભરમાં 800 કરોડને પાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">