ઈઝરાયેલ-હમાસ યુદ્ધ: ઈઝરાયેલને મળી મોટી સફળતા, એરસ્ટ્રાઈકમાં હમાસનો કમાન્ડર અસેમ અબુ માર્યો ગયો
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલને સફળતા મળી છે. હમાસના એરફોર્સ ચીફ અને નેવલ કમાન્ડો બ્રિગેડના વડાને ઇઝરાયેલી સેનાએ મારી નાખ્યો છે. આઈડીએફ એરસ્ટ્રાઈકમાં અસેમ અબુ રકાબા માર્યો ગયો છે. ઈઝરાયેલી સેનાએ હુમલા દરમિયાન હમાસના ઘણા લડવૈયાઓની ધરપકડ પણ કરી હતી.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. હમાસના એરફોર્સ ચીફ અને નેવલ કમાન્ડો બ્રિગેડના વડા સેમ અબુ રકાબા ઈઝરાયેલી સેનાના હુમલામાં માર્યો ગયો છે. વેસ્ટ બેંકમાં ઘૂસીને ઈઝરાયેલી સેનાએ ઓપરેશન ચાલુ કર્યું છે. ઈઝરાયેલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી છે. હમાસના ઘણા લડવૈયાઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આઈડીએફ પણ બખ્તરબંધ વાહનો સાથે ગાઝામાં એન્ટ્રી લીધી છે. આ તરફ અમેરિકન યુદ્ધ જહાજો પણ હુમલો માટે તૈયાર છે. એટલે હવે યુદ્ધ હવે એવા તબક્કામાં છે, જેમાં કંઈપણ થઈ શકે છે.
આ પણ વાંચો : આયોવામાં ચેકિંગ દરમિયાન ખાદ્ય સુરક્ષાના કારણે રેસ્ટોરન્ટ અને ફૂડ ટ્રકને અસ્થાયી રૂપે બંધ કરવાની નોટિસ આપવામાં આવી
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 28, 2023 05:59 PM
