MONEY9: ELSSમાં શું રાખવી રોકાણની સ્ટ્રેટેજી?

ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એકમાત્ર એવી સ્કીમ છે જેમાં ટેક્સ છૂટ મળે છે. આ છૂટ 80સી હેઠળ મળે છે. પણ શું ELSS રિસ્ક ફ્રી છે? ટેક્સ બચાવવાના ચક્કરમાં ELSSનો અંબાર પણ લાગી શકે છે. જાણો આ વીડિયોમાં.

Divyesh Nagar

| Edited By: Bhavesh Bhatti

Jun 30, 2022 | 5:30 PM

MONEY9: ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એકમાત્ર એવી સ્કીમ છે જેમાં ટેક્સ છૂટ મળે છે. આ છૂટ 80સી હેઠળ મળે છે. પણ શું ELSS રિસ્ક ફ્રી છે? ટેક્સ બચાવવાના ચક્કરમાં ELSSનો અંબાર પણ લાગી શકે. દર વર્ષે જ્યારે નાણાકીય વર્ષ પૂરુ થવાનું હોય ત્યારે તમામ બીજા લોકોની જેમ રવિન્દ્ર પણ બેચેનીનો શિકાર બની જાય છે. વર્ષનો આ સમય તેમના માટે આફત જેવો હોય છે. ઓફિસમાં ટેક્સ બચત માટે રોકાણનું પ્રૂફ આપવાનું હોય છે અને ટેક્સ કેવી રીતે બચશે તે જ સવાલ રવિન્દ્રના મનમાં ફરતો હોય છે. તમામ લોકોની જેમ રવિન્દ્ર પણ ધડાધડ આમતેમ પૈસા રોકવા લાગે છે. પરંતુ શું રવિન્દ્રની આ સ્ટ્રેટેજી યોગ્ય છે?

એક ટેક્સ એક્સપર્ટે તેમને સૂચવ્યું કે ભાઇ થોડાક રૂપિયા ELSSમાં પણ લગાવો. ટેક્સ પણ બચશે અને રિટર્ન પણ સારુ મળશે. બસ.. રવિન્દ્રે  ઉઠાવ્યા દોઢ લાખ રૂપિયા અને ELSSમાં લગાવી દીધા. રવિન્દ્રને આ આઇડિયા સારો લાગ્યો. ખબર પડી કે 12 થી 15 ટકા રિટર્ન મળે છે તેમાં. રવિન્દ્રને તો મોજ પડી ગઇપરંતુ ટેક્સ બચાવવો એ તો વાર્ષિક ઝંઝટ છે. તો શું દરવર્ષે ELSSમાં પૈસા લગાવવા જોઇએ?

પછી રવિન્દ્રને થયું કે આમ કરવાથી તો તેમની પાસે ELSSનો અંબાર લાગી જશે? તો હવે શું હોઇ શકે યોગ્ય સ્ટ્રેટેજી?.. ચાલો.. રવિન્દ્ર અને તેમના જેવા બીજા લોકોની મદદ કરીએ. તો સૌથી પહેલાં ટેક્સ બચાવવાના મુદ્દા પર આવીએ. હવે વાત એમ છે કે ELSS એટલે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એકમાત્ર એવી સ્કીમ છે જેમાં ટેક્સ છૂટ મળે છે. આ છૂટ 80સી હેઠળ મળે છે. હવે વાત આવી કે વધુમાં વધુ કેટલો ટેક્સ બચી શકે?

તો ભાઇ તમે વર્ષમાં દોઢ લાખ સુધી ટેક્સ બચાવી શકો છો. રવિન્દ્ર વિચારી રહ્યાં છે.. ઠીક છે ટેક્સમાં બચત થઇ રહી છે અને રિટર્ન પણ સારુ મળી રહ્યું છે. પણ શું ELSS રિસ્ક ફ્રી છે? ટેક્સ બચાવવાના ચક્કરમાં ELSSનો અંબાર પણ લાગી શકે છે. એક તો આ તમામ મ્યુચ્યુઅલ ફંડ છે અને અનેક ELSS. વાત અહીં સુધી પણ ઠીક છે. પરંતુ રિસ્ક ફેકટર મગજમાંથી નીકળી જાય છે. બસ.. અહીં જ ખતરો ઉભો થઇ જાય છે. એટલે ટેક્સ તો બચ્યો પરંતુ રિટર્નના મોરચે નીકળી ગયો દમ

આની સાથે જોડાયેલી બીજી એક વાત પણ જરૂરી છે. તે એ કે રવિન્દ્રના પોર્ટફોલિયોમાં એક જ કેટેગરીના ઘણાં ELSS એકઠા થઇ શકે છે. જેનાથી આખો પોર્ટફોલિયો બગડી શકે છે. તો ELSS ખરીદતી વખતે એ વાત પર નજર રાખો કે પોર્ટફોલિયોનું બેલેન્સ જળવાઇ રહે. તેનાથી રિટર્નનો અંદાજો આવી જ જાય છે. એટલે એક સાથે ઘણાં ELSSમાં રોકાણથી કોઇ ખાસ ફાયદો થવાનો નથી.

એક બીજી વાતજે ELSS સારુ પર્ફોર્મન્સ ન કરી રહ્યું હોય તેમાં 3 વર્ષનો લોક ઇન પૂરો થતા જ તેને કાઢી નાખો. રવિન્દ્ર વિચારી રહ્યાં છે કે આ પૈસાનું રોકાણ ક્યાં કરવું? તો ભાઇ આ પૈસા કોઇ સારા ઓપન એન્ડેડ લાર્જ કેપ ઇક્વિટી ફંડમાં લગાવી શકાય છે. ઇન્વેસ્ટમેન્ટ પણ એકસાથે કરવાના બદલે એસઆઇપી દ્વારા કરો. તેનાથી ફાયદો એ થશે કે તમારા પર એકદમ બોજ નહીં પડે. અને તમારી કોસ્ટ એવરેજીંગ પણ થઇ જશે. છે ને.. સુંદર વાત

નિષ્ણાતનો મત

માયવેલ્થગ્રોથ ડોટ કોમના કોફાઉન્ડર હર્ષદ ચેતનવાલા રવિન્દ્રને સલાહ આપે છે કે જો તમારુ ELSS ફંડ સારુ પ્રદર્શન કરી રહ્યું છે તો તમે તેને લોંગ ટર્મ માટે રાખી શકો છો અને તેને ઇક્વિટી ફંડના બીજા પોર્ટફોલિયોની જેમ જ જુઓ.

મની9ની સલાહ

  1. આવકવેરાની કલમ 80સી હેઠળ ટેક્સ બચતની જરૂરિયાતના હિસાબે રવિન્દ્ર જેવા રોકાણકારોએ મહત્તમ એક કે બે ELSSમાં રોકાણ કરવું જોઇએ.
  2. ELSS ફંડ લોંગ ટર્મ રોકાણના હિસાબે એવા લોકો માટે સારા છે જે શેર બજારમાં રોકાણ કરવા માંગે છે અને સાથે જ ટેક્સની રીતે પૈસા બચાવવા માંગે છે.
  3. ELSSમાં તમને ઘણાં ઓપ્શન મળે છે.
  4. તમે એવા ફંડ પસંદ કરો જે તમારા ફાઇનાન્સિયલ પ્લાન અનુસાર હોય.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati