India Fights Corona: ગુજરાતમાં કોરોનાએ પિક ગુમાવી? 5 લાખ 33 હજાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો, દેશમાં પણ કેસ ઘટ્યા

India Fights Corona: દેશમાં કોરોનાનાં કેસમાં આવેલા પીક બાદ હવે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ઘટાડા સામે સક્રિય કેસની સંખ્યામાં વધારો યથાવત છે.

| Updated on: May 10, 2021 | 7:39 AM

India Fights Corona: દેશમાં કોરોનાનાં કેસમાં આવેલા પીક બાદ હવે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે ઘટાડા સામે સક્રિય કેસની સંખ્યામાં વધારો યથાવત છે. દેશમાં કોરોનાના નવા 3 લાખ 66 હજાર 317 પોઝિટિવ કેસ નોંધાયા તો એક જ દિવસમાં 3,747 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. દેશમાં ગઇકાલે એક જ દિવસમાં 3 લાખ 53 હજાર 580 દર્દીઓએ કોરોનાને હરાવ્યો. દેશમાં હાલ 37 લાખ 41 હજાર 368થી વધારે કેસ સક્રિય છે.

રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઉત્તરોતર વધી રહી છે. રાજ્યમાં 19 દિવસ બાદ સૌપ્રથમવાર 11,100થી પણ ઓછા કેસ નોંધાયા છે જ્યારે નવા કેસ કરતા 3 હજારથી વધુ દર્દી સાજા થયા છે. રાજ્યમાં 121 દર્દીઓના મૃત્યુ સાથે 11,084 પોઝિટિવ કેસ નોંધાયા જેની સામે રેકોર્ડબ્રેક 14,770 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે.

આ આંક સાથે રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 5 લાખ 33 હજારને પાર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 8,394 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 39 હજાર 614 એક્ટિવ કેસ છે, જ્યારે 786 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે. જોકે રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 78.27 ટકા પર પહોંચ્યો છે..

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો,અમદાવાદમાં રેકોર્ડ બ્રેક દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.અમદાવાદમાં 2,955 કેસ નોંધાયા જ્યારે 19 દર્દીઓના મૃત્યુ થયા તો સુરતમાં 12ના મૃત્યુ સાથે 1,113 કેસ નોંધાયા, જ્યારે 2,176 દર્દીઓ કોરોના સામે જંગી જીત્યા તો આ તરફ વડોદરામાં 12 દર્દીના મૃત્યુ સાથે 1,161 કેસ નોંધાયા

જ્યારે 914 દર્દીઓ સાજા થયા તો રાજકોટમાં 13 દર્દીના મૃત્યુ સાથે 746 કેસ નોંધાયા જ્યારે 652 દર્દીએ કોરોનાને હરાવ્યો તો જામનગરમાં 14ના મૃત્યુ સાથે 586 કેસ નોંધાયા જ્યારે 588 દર્દીઓએ કોરોનાને હરાવ્યો તો જૂનાગઢમાં 11 દર્દીઓના મૃત્યુ થયા જ્યારે કચ્છ, મહેસાણા અને ભાવનગરમાં 4-4 દર્દીના મોત થયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">