Ind vs Eng: ત્રીજી ટેસ્ટ મેચ માટે મોટેરા સ્ટેડિયમ તૈયાર, સ્ટેડિયમનો રેકોર્ડ ભારતનાં તરફેણમાં

Ind vs Eng વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ. જેમાં બંને ટીમો એક એક મેચ જીતી છે, અને સિરીઝ 1-1થી બરોબરી પર છે.

| Updated on: Feb 17, 2021 | 7:44 PM

Ind vs Eng વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં રમાઇ. જેમાં બંને ટીમો એક એક મેચ જીતી છે, અને સિરીઝ 1-1થી બરોબરી પર છે. ત્યારે મોટેરા સ્ટેડિયમમાં રમાનારી બે મેચોની ટેસ્ટ સિરીઝનું પરિણામ નક્કી કરશે. 24મી ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમમાં ડે નાઇટ મેચ શરૂ થશે. એટલુ જ નહીં આ મેચ પિંક બોલમાં રમવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ નવુ બનાવ્યા બાદ તેના પર આ પ્રથમ મેચ રમાઇ રહી છે.

મોટેરા સ્ટેડિયમના ટેસ્ટ ઇતિહાસની વાત કરીએ તો આ સ્ટેડિયમ પર ભારત કુલ 12 ટેસ્ટ મેચ રમ્યું છે જેમાંથી ભારતીય ટીમે 4 ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. જ્યારે માત્ર 2 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. જ્યારે આ સ્ટેડિયમ પર 6 વખત અહીં પરિણામ ડ્રોમાં આવ્યું છે. મોટેરાનો ઇતિહાસ ભારતની પડખે રહ્યો છે. પિંક બોલમાં મેચ રમાવાની હોવાથી પીચ પર ઘાસ હશે અને ઘાસવાળી પીચ પર હવે ભારતીય ટીમે અંગ્રેજો સામે જીતવાનો પડકાર હશે. જો કે મોટેરા સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ ભારતનો હાથ ઉપર રહ્યો છે. મોટેરા સ્ટેડિયમ પર ભારત અને ઇંગ્લેન્ડ બે વખત આમને સામને થયા છે. જેમાંથી એક મેચ ભારત જીત્યું હતુ. જ્યારે એક મેચ ડ્રો થઇ હતી. એટલે કે આ સ્ટેડિયમ પર ઇંગ્લેન્ડ એકપણ મેચ જીતી શક્યું નથી. છેલ્લે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં નવેમ્બર 2012માં ટેસ્ટ મેચ રમાઇ હતી. જેમાં ભારતનો વિજય થયો હતો. મોટેરાનો રેકોર્ડ ભારતની પડખે રહ્યો છે. સિરીઝ 1-1થી બરોબરી પર છે. ત્યારે હવે ભારતીય ટીમને એટલુ જ કહેવાનું કે મોટેરામાં મારો મેદાન

 

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">