Navsari: ચીખલી તાલુકામાં ભાજપના 50 યુવા પેજ પ્રમુખોએ બળવો કર્યો

Navsari: 50થી વધુ યુવા કાર્યકરો ભાજપમાંથી રાજીનામું આપીને AAP માં જોડાયા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 13, 2021 | 5:00 PM

Navsari: ચીખલી તાલુકામાં ભાજપના 50 યુવા પેજ પ્રમુખોએ બળવો કર્યો છે. છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા યુવાનોમાં નારાજગી વ્યાપી છે. તાલુકા પંચાયતમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપતા સ્થાનિક કાર્યકરો નારાજ થયા છે. 50 થી વધુ યુવા કાર્યકરો ભાજપમાંથી રાજીનામું આપીને AAP માં જોડાયા હતા. નારાજ નેતાએ જિલ્લા પંચાયતની 14 નંબરની કુકેરી સીટ પરથી આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી છે. આ ગામ સાંસદ સી.આર.પાટીલનું આદર્શ ગામ છે. અને ત્યાંજ ભાજપના યુવા કાર્યકરોએ વિરોધનું રણસીંગુ ફુકતા રાજકિય માહોલ ગરમાયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">