બેંક ખાતામાંથી છેતરપિંડીના કિસ્સામાં વહેલી તકે કરશો આ કામ તો ગુમાવેલા તમામ પૈસા પરત મળશે, અનુસરો RBI ની આ સલાહ

જો કોઈ તમારા બેંક ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉપાડી લે છે અને તમે ત્રણ દિવસની અંદર આ બાબતે બેંકને ફરિયાદ કરો છો, તો તમારે આ નુકસાન સહન કરવું પડશે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 11:27 AM

વધતા જતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં બેંક ખાતામાં છેતરપિંડી(Bank Fraud )ની ઘટનાઓ પણ વધી છે. જયારે બેંક ખાતામાંથી ગેરકાયદેસર રીતે અનધિકૃત વ્યવહારો થાય છે તેને ઑનલાઇન છેતરપિંડી, ડિજિટલ ફ્રોડ અથવા સાયબર ફ્રોડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. હેકર્સ તમારા એકાઉન્ટની વિગતો મેળવીને તેમાંથી પૈસા ઉપાડી લે છે. ખાતામાં ફ્રોડ  થયા પછી લોકો ઘણીવાર એવું વિચારીને ચૂપ બેસી જાય છે કે પૈસા પરત મળવાના નથી  પરંતુ તે એવું નથી. તમે તમારા સંપૂર્ણ પૈસા પાછા મેળવી શકો છો.ભારતીય રિઝર્વ બેંકે આ માટેની પદ્ધતિ જણાવી છે. રિઝર્વ બેંકનું કહેવું છે કે કોઈપણ અનધિકૃત ટ્રાન્ઝેક્શન પછી પણ તમે તમારા સંપૂર્ણ પૈસા પાછા મેળવી શકો છો. આ માટે તકેદારી જરૂરી છે. RBI નું કહેવું છે કે આવા કોઈપણ ટ્રાન્ઝેક્શન વિશે તરત જ બેંકને માહિતી આપવાથી તમે નુકસાનથી બચી શકો છો.

છેતરપિંડીની 3 દિવસમાં ફરિયાદ કરવી

જો કોઈ તમારા બેંક ખાતામાંથી ખોટી રીતે પૈસા ઉપાડી લે છે અને તમે ત્રણ દિવસની અંદર આ બાબતે બેંકને ફરિયાદ કરો છો, તો તમારે આ નુકસાન સહન કરવું પડશે નહીં. RBI એ એમ પણ કહ્યું છે કે ગ્રાહકના ખાતામાંથી છેતરપિંડીથી ઉપાડેલી રકમ બેંકને નિર્ધારિત સમયની અંદર માહિતી આપ્યા પછી 10 દિવસમાં તેના બેંક ખાતામાં પરત કરવામાં આવશે. આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે જો 4-7 દિવસ પછી બેંક એકાઉન્ટ ફ્રોડની જાણ થાય છે તો ગ્રાહકને 25,000 રૂપિયા સુધીનું નુકસાન સહન કરવું પડશે.

 પૈસા પાછા કેવી રીતે મળશે ?

હવે મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે કે જો આવો વ્યવહાર થયો હોય તો પૈસા કેવી રીતે પરત કરવામાં આવશે? આ ઉપરાંત જો તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યા પછી ફરિયાદ કરો છો, તો બેંક ક્યાંથી પૈસા પરત કરશે? ખરેખર, આવા સાયબર ફ્રોડને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા વીમા પોલિસી પણ લેવામાં આવે છે. બેંક તમારી સાથે થયેલી છેતરપિંડી વિશેની તમામ માહિતી સીધી વીમા કંપનીને જણાવશે અને ત્યાંથી વીમાના પૈસા લઈને તમારું નુકસાન ભરપાઈ કરશે. સાયબર ફ્રોડથી બચવા માટે વીમા કંપનીઓ પણ લોકોને સીધું કવરેજ આપી રહી છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">