અમરેલીમાં પોલીસે ભાજપના બે કાર્યકરોને ફટકાર્યા, પોલીસ વિરુદ્ધ રાજકારણનો બન્યો મુદ્દો

કોરોના રસીકરણનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસે ( police ) માર માર્યો હોવાનો આક્ષેપ કરીને દિલીપ સાંધાણીએ, જવાબદાર પોલીસ સામે પગલા ભરવા કરી માંગ

| Updated on: Apr 04, 2021 | 8:33 AM

અમરેલીમાં (amreli) પોલીસે (police) ભાજપના બે કાર્યકરોને ફટકારતા મામલો બિચક્યો હતો. અને પોલીસ વિરુદ્ધ રાજકારણનો મુદ્દો બની ગયો હતો. ગુજરાતમાં હાલ ચાલી રહેલા કોરોના રસીકરણની કામગીરીમાં વધુ ઝડપ લાવવા માટે ભાજપ (bjp ) પણ હવે, સરકારની સાથેસાથે મેદાનમાં આવ્યુ છે.

રસીકરણના કાર્યક્રમ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલ ( c r patil) અમરેલીમાં આવવાના હતા. જેના માટે ભાજપ દ્વારા કેટલીક તૈયારીઓ કરવામાં આવી રહી હતી . જેમાં ભાજપના બે કાર્યકરોને પોલીસે માર મારતા બન્ને કાર્યકરોએ અમરેલી ભાજપના મોટા માથાઓને, પોલીસે માર્યા હોવાની જાણ કરી હતી. અને બન્ને કાર્યકરો સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા.

જોત જોતામાં અમરેલી ભાજપના હોદ્દેદારો, અમરેલીના વર્તમાન તેમજ પૂર્વ સાંસદ વગેરે સિવીલ હોસ્પિટલમા કાર્યકરોની ખબર કાઢવા માટે પોહ્ચાય હાત. જ્યા સામાન્ય કાર્યકરોનો પોલીસ સામે ગુસ્સો જોઈને નેતાઓએ પણ પોલીસની કામગીરીની આકટી ટીકા કરી હતી. અમરેલીના પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન દિલીપ સાંધાણીએ તો, એએસપી અભય સોની સામે આક્ષેપ કરતા ત્યા સુધી કહ્યું કે કોરોના સામેની રસીકરણના કાર્યક્રમને સંપૂર્ણ નિષ્ફળ બનાવવા માટે પોલીસે આ પ્રકારે કાર્યકરોને માર માર્યો છે. સાંધાણીએ આ કિસ્સામાં જવાબદાર જે કોઈ પોલીસ અધિકારી હોય તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દિલીપ સંઘાણી ઉપરાંત સંસદસભ્ય નારાયણ કાછડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે સીવીલ હોસ્પિટલ પહોચીને ઉશ્કેરાયેલા ભાજપના અન્ય કાર્યકરોને ઠંડા પાડવાનો પ્રયાસ કર્યો હતો.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">