Kutch: એક પરિવાર કે જે 25 વર્ષથી રખડતા કુતરાઓને આપે છે ભોજન, પશુ સેવામાં સમર્પિત છે તમામ સભ્યો

આજથી 25 વર્ષ પહેલા બચ્ચાઓને જન્મ આપનારી એક કુતરીને ભોજન આપ્યા બાદ તેઓએ આ સેવા શરૂ કરી હતી અને આજે છેલ્લા 25 વર્ષથી તેઓ રખડતા કુતરાને ભોજન આપે છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 14, 2021 | 5:44 PM

Kutch: ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ સૂત્રમાં માનનારા ઘણા સેવા ભાવિ લોકો અને સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને ધન્યતા અનુભવતા હોય છે. માનવી તો પોતાની તકલીફ બોલીને પણ જણાવી દેશે, પરંતુ અબોલ પશુઓની તકલીફ કોણ સમજી શકે? તો અહીં આપને એક એવા પરિવારની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે છેલ્લા 25 વર્ષથી કુતરાઓ માટે ભોજન તૈયાર કરે છે.

દૈનિક 250 રોટલી, રાબ અને કુતરાને બિસ્કીટ સહિત માસિક 35,000નો ખર્ચ

માંડવી તાલુકાના આ કાંઠડા ગામમાં વસવાટ કરતા ચારણ પરિવારના મોભી એવા જસાભાઈ ચારણ ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. આજથી 25 વર્ષ પહેલા બચ્ચાઓને જન્મ આપનારી એક કુતરીને ભોજન આપ્યા બાદ તેઓએ આ સેવા શરૂ કરી હતી અને આજે છેલ્લા 25 વર્ષથી તેઓ રખડતા કુતરાને ભોજન આપે છે.

સાથે પશુઓના શિકારને પણ અટકાવે છે અને તેમાં તેનો આખો પરિવાર તેમની મદદ કરે છે. દૈનિક 250 રોટલી, રાબ અને કુતરાને બિસ્કીટ સહિત માસિક 35,000નો ખર્ચ માત્ર અબોલ પશુઓની સેવામાં વાપરે છે. જેમાં તેનો આખો પરિવાર સહયોગ આપે છે.

માસિક 5,000નો ખર્ચ કરી જસાભાઈ અને તેના પરિવારે માત્ર અબોલ પશુઓના ભોજન બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી, પરંતુ હવે તો પરિવારના સભ્યો જ સેવામાં સામેલ થઈ ગયા છે અને તેના પરિવારના સભ્યો રોજ કુતરા માટે તથા અન્ય પશુઓ અને કીડીને કીડયારૂ પુરી નિત્ય સેવા કરી રહ્યા છે. ગુજરાતમાં આમ તો આવા અનેક સેવાભાવી છે, પરંતુ 25 વર્ષથી અવીરત સેવા આપવી કપરુ કામ છે જે પરિવારના દરેક સભ્યોના સહયોગથી આજે પણ ચાલુ છે.

કચ્છમાં અનેક જીવદયાપ્રેમીઓ દાત્તાઓના સહયોગથી આવી સેવા આપી રહ્યા છે. પરંતુ આખુ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા સાથે રખડતા કુતરા અને અન્ય પશુઓનો વર્ષોથી જઠરાગ્નિ શાંત કરતા હોય તેવુ માંડવીનું આ ચારણ પરિવાર કદાચ એકલુ હશે. દિવસ દરમ્યાન ભલે પશુઓ અને કુતરા રખડતા હોય પરંતુ ભોજનના સમયે તેઓ અચુક પહોંચી જાય છે.

આ પણ વાંચો : Education: જાણો LAWની ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા કઈ તારીખ સુધી થઈ શકશે રજિસ્ટ્રેશન?

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">