MONEY9: સેકન્ડ હોમ ખરીદીને કેવી રીતે કરશો કમાણી?

નવા મકાનોની માંગ અને સસ્તી લોનથી રિયલ એસ્ટેટના વિકસતા સેગમેન્ટ 'Second Home'માં સારી તેજી જોવા મળી રહી છે. જાણો-સેકન્ડ હોમ ખરીદવું કેવી રીતે બની શકે છે ફાયદાનો સોદો?

Money9 Gujarati

| Edited By: Kunjan Shukal

May 11, 2022 | 5:33 PM

કોરોના (CORONA)ની લહેરથી રિયલ એસ્ટેટ (REAL ESTATE) સેક્ટર ઘણી જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવે ધીમે-ધીમે હાલતમાં સુધારો થઈ રહ્યો છે. નવા મકાનોની માંગ અને સસ્તી લોનથી રિયલ એસ્ટેટના વિકસતા સેગમેન્ટ ‘Second Home‘માં સારી તેજી જોવા મળી રહી છે. જાણો-સેકન્ડ હોમ ખરીદવું કેવી રીતે બની શકે છે ફાયદાનો સોદો? આઈટી કંપનીમાં કામ કરતી શીતલને મહામારીના કારણે આખુ વર્ષ ઘરમાં કેદ રહેવું પડ્યું. તેમની કંપનીએ કર્મચારીઓ માટે રિમોટ વર્કિંગ શરૂ કર્યું છે. જેનો અર્થ એ છે કે કર્મચારી ગમે ત્યાંથી કામ કરી શકે છે. હવે આ પરિસ્થિતિમાં શીતલ વીકેન્ડ હોમમાં રોકાણ કરવાનું વિચારી રહી છે. મની9ના ખાસ શો મકાન-દુકાનમાં અમે વાત કરીશું સેકન્ડ હોમની અને તમને બતાવીશું સેકન્ડ હોમ ખરીદતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

કોવિડ બાદ ઘરોની વધતી માંગ દર્શાવે છે કે લોકોએ ખિસ્સા હળવા કરવાનું મન બનાવી લીધું છે. મિડ રેન્જ હોય કે લકઝરી, દરેક જગ્યાએ ડિમાંડ જોવા મળી રહી છે. એક બીજુ સેગમેન્ટ છે જે ઉછાળા મારી રહ્યું છે અને તે છે સેકન્ડ હોમ કે હૉલી-ડે હોમ. આમાં રિટાયરમેન્ટ હોમ પણ સામેલ છે. સામાન્ય રીતે સેકન્ડ હોમનો ઉપયોગ રજાઓ ગાળવા, વીકેન્ડનો આનંદ માણવા કે પછી રિટાયરમેન્ટ બાદ હળવાશની જિંદગી પસાર કરવા માટે કરવામાં આવે છે. ભૂતકાળમાં ફક્ત પૈસાવાળા લોકો જ સેકન્ડ હોમ ખરીદતા હતા. કારણ કે લોકેશન અને સુવિધાઓના બદલે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડે છે. હવે આ ટ્રેન્ડમાં ફેરફાર થયો છે. કોવિડ દરમિયાન સેકન્ડ હોમને લઇને લોકોની ઉત્સુકતા વધી છે. વર્ક ફ્રોમ હોમ અને સસ્તી લોનના કારણે લોકો તેને પ્રથમ ઘર તરીકે પણ જોઈ રહ્યા છે.

રિયલ એસ્ટેટ એજન્સી 360 Realtors (રિયલ્ટર્સ)નાં રિસર્ચ અનુસાર વર્ષ 2021માં દેશમાં સેકન્ડ હોમ બજાર 1.39 અબજ ડોલરનું હતું. જ્યારે 2019માં તેની સાઇઝ 73.9 કરોડ ડૉલર હતી. સેકન્ડ હોમ એન્ડ રિટાયરમેન્ટ હોમનું બજાર આવતા 5 વર્ષ એટલે વર્ષ 2026માં વધીને 4.02 અબજ ડૉલર થવાનું અનુમાન છે. તેમાં 23.63 ટકાની વૃદ્ધિ થઇ શકે છે.

નાઇટ ફ્રેન્ક ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મુદ્દસર જૈદી જણાવે છે કે સેકન્ડ હોમના પ્રાઈસિંગને લઈને રેન્જ ઘણી મોટી છે. હિલ સ્ટેશન અને દરિયાઈ વિસ્તારોમાં બનેલા સેકન્ડ હોમની ડિમાન્ડ ઘણી વધારે છે. ગોવામાં બીચ નજીકના વિસ્તારોમાં ઘરોની કિંમત 10 કરોડથી લઈને 25 કરોડ રૂપિયા સુધીની હોય છે. નોર્મલ રેન્જની વાત કરીએ તો 1થી 3 કરોડ સુધીના ઘરોની ઘણી ડિમાંડ રહે છે. હિલ સ્ટેશનમાં સેકન્ડ હોમની રેન્જ 25-30 લાખથી લઈને 5 કરોડ રૂપિયા સુધી છે.  

સેકન્ડ હોમ રિલેક્સ થવાની સાથે સાથે કમાણીનો વિકલ્પ પણ આપે છે. સમજીએ સારા રિટર્નનું ગણિત. મુંબઈ, દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં સામાન્ય રીતે રેન્ટલ યીલ્ડ 1થી 3 ટકા હોય છે. સરળ ભાષામાં કહીએ તો રેન્ટલ યીલ્ડનો અર્થ છે સંપત્તિ પર ભાડા સ્વરૂપે મળતું રિટર્ન. કોઇપણ સંપત્તિની રેન્ટલ યીલ્ડ કાઢવા માટે ભાડામાંથી આખુ વર્ષ થતી કમાણીને પ્રોપર્ટીની કિંમત વડે ભાગવામાં આવે છે અને પછી તેનો 100 વડે ગુણાકાર કરવામાં આવે છે. ગોવા અને લોનાવલા જેવી જગ્યા પર યોગ્ય લોકેશનમાં પ્રોપર્ટી ખરીદવા પર 6 ટકા સુધી રેન્ટલ યીલ્ડ મળી શકે છે. તમે તમારા હૉલી-ડે હોમને પ્રવાસીઓને ભાડે આપીને સતત પૈસા કમાઈ શકો છો. હોટલ અને રિસોર્ટ્સની તુલનામાં એવા સેકન્ડ હોમને વધારે પ્રાથમિકતા મળે છે, જેમાં સ્વિમિંગ પૂલ, પ્લેઈંગ એરિયા અને પાર્ટી લૉન જેવી સુવિધાઓ હોય છે.  

ગ્લોબલ પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ સેવિલ્સ ઈન્ડિયાના સર્વે અનુસાર લગભગ ત્રણ ચતુર્થાંશ સંભવિત ખરીદાર ગોવા, દેહરાદૂન, નૈનીતાલ, સિમલા, અલીબાગ તેમજ લોનાવલા (મહારાષ્ટ્ર), મહાબળેશ્વર, કૂર્ગ, ઉટી અને વાયનાડ જેવી જગ્યાઓ પર સેકન્ડ હોમ ઈચ્છે છે. હૉલી-ડે હોમ માટે ગોવા લોકોની પહેલી પસંદ છે. અંદાજે 20 ટકા લોકોએ ગોવામાં ઘર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 29 ટકા લોકો સેકન્ડ હોમ માટે મહારાષ્ટ્રમાં અલીબાગ, કરજત અને લોનાવલામાં રોકાણ કરવા માંગે છે. 

નિષ્ણાતનો મત

મુદ્દસર જૈદી જણાવે છે કે સેકન્ડ હોમ ખરીદતી વખતે ડેવલપરના ટ્રેક રેકોર્ડની જાણકારી મેળવી લેવી જોઈએ. જમીન લઈને ઘર બનાવવાના કેસમાં બાયર્સે વકીલ મારફતે બધી તપાસ કરી લેવી જોઈએ. બધી મંજૂરીઓ લેવામાં આવી છે કે નહીં, એ વાતને સુનિશ્ચિત કરી લેવી જોઈએ. આ ઉપરાંત, કનેક્ટિવિટી પર પણ ધ્યાન આપવું જોઇએ. જ્યાં કનેક્ટિવિટી સારી હોય છે ત્યાં ડિમાન્ડ વધારે હોય છે. જેમ કે ગોવામાં સારી કનેક્ટિવિટી અને ઈકો-સિસ્ટમ છે તો ત્યાં રેટ વધારે છે. એવું પણ ન હોવું જોઈએ કે જ્યાં રસ્તા બરોબર ન હોય અને પહોંચવામાં વધારે સમય લાગે તો બીજી તરફ શિમલા જેવી જગ્યાઓ કે જ્યાં જમીન ખરીદવા અંગે પ્રતિબંધો છે, ત્યાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તમે તપાસ કરશો તો તમને ખબર પડશે કે કઈ મંજૂરીઓની જરૂર છે. જો તમે બધી મંજૂરીઓ નહીં લો તો બાદમાં રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી પડશે.

મની9ની સલાહ

ઘર ખરીદવાનું કારણ બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કે ઈન્વેસ્ટમેન્ટ માટે ઘર ખરીદી રહ્યાં છો કે રહેવા માટે…બધા પૈસા ઘર ખરીદવામાં લગાવવાના બદલે કેટલાક પૈસા પોતાની જરૂરિયાતો માટે અલગ રાખો. ઘરના લોકેશન પર ખાસ ધ્યાન આપો, જેથી ભાડામાંથી સારી કમાણી થઇ શકે અને લોંગ ટર્મમાં પ્રોપર્ટીના રેટ ઝડપથી વધે. રેડી-ટૂ-મૂવ એપાર્ટમેન્ટ લેવું વધારે સારુ રહેશે. આ ઉપરાંત, સેકન્ડ હોમ પર મળનારો ટેક્સ બેનિફિટ લેવાનું ન ભૂલતાં. આનાથી તમારી ટેક્સ યોગ્ય આવકને ઘટાડવામાં મદદ મળી શકે છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati