Honsla Rakh Trailer: શેહનાઝ-દિલજીતની ફિલ્મ હૌસલા રખનું ટ્રેલર રિલીઝ, બંનેની જોડી આવી રહી છે દરેકને હસાવવા

શહેનાઝ ગિલની (shehnaaz gill) નવી પંજાબી ફિલ્મ 'હૌસલા રખ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે દિલજીત દોસાંજની સામે જોવા મળશે. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ચાહકોમાં છવાઈ ગયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:19 PM

બિગ બોસ 13ની ફાઈનાલિસ્ટ શહેનાઝ ગિલે (shehnaaz gill) એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. શહેનાઝ, દિલજીત દોસાંજ (diljit dosanjh) અને સોનમ બાજવા (sonam bajwa)ની આગામી ફિલ્મ ‘હૌસલા રખ’ (honsla rakh)નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

 

આ ફિલ્મના ટ્રેલરની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકો સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝની એક ઝલક માટે તલપાપડ હતા. પરંતુ હવે ચાહકોને શહેનાઝ ફિલ્મના ટ્રેલરમાં ફાઈનલી દેખાઈ છે. 2 મિનિટ 56 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ રમુજી અને કોમેડીથી ભરપૂર છે.

 

કેવુ છે ‘હૌસલા રખ’નું ટ્રેલર

ફિલ્મનું ટ્રેલર એકદમ ફની છે. ટ્રેલરમાં દિલજીતે દોસાંજ એક વાર ફરી કોમેડીનો તડકો ઉમેરીને દિલ જીતી લીધા છે. તે જ સમયે શહેનાઝ પણ એક મજબૂત ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે અભિનેત્રી સોનમ બાજવા એકદમ ગ્લેમરસ લાગી રહી છે. જો આપણે ટ્રેલરની વાત કરીએ તો બતાવવામાં આવે છે કે શહેનાઝ દિલજીતના બાળકની માતા બને છે, પરંતુ તે બાળક દિલજીતને સોંપીને ચાલી જાય છે.

 

શહેનાઝના ગયા પછી તમામ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ દિલજીત તેના પુત્રની સંભાળ રાખે છે. આ પછી તેના જીવનમાં સોનમની એન્ટ્રી થાય છે પણ ત્યારે જ શહેનાઝ પણ પાછી આવી જાય છે. ટ્રેલર ટ્વિસ્ટથી ભરેલું છે, આગળ શું થશે વાર્તામાં તેના માટે ચાહકો ફિલ્મની રાહ જોશે.

 

 

 

‘હૌસલા રખ’ની વાત કરીએ તો આ ફિલ્મ 15 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર બાદ હવે ચાહકો આ ફિલ્મની વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર આવે તે પહેલા દિલજીતે ફિલ્મનું એક પોસ્ટ શેર કર્યું હતું, જેમાં તેના હાથમાં એક બાળક છે અને શહેનાઝ અને સોનમ તેમની બાજુમાં ઉભા છે. બાય ધ વે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં છવાઈ ગયું છે. તે જ સમયે, શહેનાઝના ચાહકોને ફરીથી સિદ્ધાર્થ શુક્લાની યાદ આવી ગઈ છે.

 

બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે ચાહકોને દિલજીત અને સોનમની જોડી ખૂબ ગમે છે. વર્ષ 2019માં હિટ ફિલ્મ ‘શદા’ ના ગીત ‘ટોમી’માં બંનેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સાથે જ તમને જણાવી દઈએ કે ગિપ્પી ગ્રેવાલનો દીકરો શિંડા ગ્રેવાલ પણ ‘હૌસલા રખ’માં જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- Photos :એરપોર્ટ પર જોવા મળી કૃષ્ણા શ્રોફ અને દિશા પટણીની હોટ સ્ટાઈલ, જુઓ તસ્વીરો

 

આ પણ વાંચો :- Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">