Video: હેલ્મેટ મેન રાઘવેન્દ્ર સિંહની અનોખી પહેલ, મિત્રનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતા નોકરી છોડી હેલ્મેટનું વિતરણ શરૂ કર્યું, જુઓ વીડિયો
માત્ર દંડથી બચવા માટે જ નહીં પરંતુ તમારો જીવ બચાવવા માટે પણ હેલ્મેટ પહેરવું જરૂરી છે. હેલ્મેટ મેન આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. રાઘવેન્દ્ર કુમાર નામનો આ વ્યક્તિ હેલ્મેટ મેનના નામથી પ્રખ્યાત છે. આ વ્યક્તિ લોકોને મફતમાં હેલ્મેટ વહેંચે છે, જેથી રોડ અકસ્માતમાં તેમનો જીવ બચી શકે. તેમણે એક માર્ગ અકસ્માતમાં તેનો એક મિત્ર ગુમાવ્યો હતો, તેથી તેણે અન્ય લોકોનો જીવ બચાવવા માટે હેલ્મેટનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું.
રસ્તાઓ પર ટુ-વ્હીલર ચલાવનારાઓ માટે હેલ્મેટ (Helmet) પહેરવું ખૂબ જ જરૂરી છે. માત્ર દંડથી બચવા માટે જ નહીં પરંતુ તમારો જીવ બચાવવા માટે પણ આ પહેરવું જરૂરી છે. હેલ્મેટ મેન (Helmet Man) આ બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યો છે. રાઘવેન્દ્ર કુમાર નામનો આ વ્યક્તિ હેલ્મેટ મેનના નામથી પ્રખ્યાત છે. આ વ્યક્તિ લોકોને મફતમાં હેલ્મેટ વહેંચે છે, જેથી રોડ અકસ્માતમાં તેમનો જીવ બચી શકે.
આ પણ વાંચો : Video: ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીએ યુએઈમાં બની રહેલા સ્વામિનારાયણ મંદિરની કરી મુલાકાત, જુઓ વીડિયો
આ વ્યક્તિએ એક માર્ગ અકસ્માતમાં તેનો એક મિત્ર ગુમાવ્યો હતો, તેથી તેણે અન્ય લોકોનો જીવ બચાવવા માટે હેલ્મેટનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. તેમની આ અનોખી પહેલના કારણે લોકો રાઘવેન્દ્રને હેલ્મેટ મેન તરીકે ઓળખે છે. તેમનું કહેવું છે કે, હું દરેક વાલીઓને અપીલ કરું છું કે જે રીતે માતા-પિતા પોતાના બાળકોને ચપ્પલ પહેરવાનું શીખવે છે તે રીતે તેમને હેલ્મેટ પહેરવાનું પણ શીખવવું જરૂર છે.
