Rajkot Heavy rain: મેઘરાજના આશીર્વાદ ફેરવાયા આફતમાં, રાજકોટમાં ભારે વરસાદે વેર્યો વિનાશ

રાજકોટ ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. રાજકોટ શહેરમાં મેઘતાંડવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 6:31 PM

Rajkot Heavy rain: રાજકોટમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાના આશીર્વાદ અભિશાપરૂપ સાબિત થઇ રહ્યા છે. ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાગળના પત્તાની જેમ ડઝનેક કાર તણાઇ છે. તો ખીરસરા પાસે નદી ગાંડીતૂર બનતા એક કાર ઉદ્યોગપતિ પરિવારના બે વ્યક્તિ સાથે ગુમ થયા છે. કેટલીક જગ્યાએ વાહનો અને કાર ફસાઇ છે, તો ક્યાંક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. મંદિર પણ પાણીમાં ગરકાવ છે તો રસ્તાઓ પર નદી વહી રહી છે.  ફસાયેલા લોકોનું પૂરજોશમાં બચાવકાર્ય ચાલી રહ્યું છ.

રાજકોટ ગ્રામ્યની સાથે રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર 4થી 5 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે.  શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે પોપટપરા,  રૈયા રોડ, તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં મેઘતાંડવના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારની પણ હાલત પાણી પાણી છે. પાછલા 12 કલાકમાં લોધિકામાં 18 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ગોંડલનું કોલીથડ, લોધિકાનું ચીભડા ગામ અને દેવગામ બેટમાં ફેરવાયું છે

આ તરફ મોજ નદીના પાણી પણ ગામમાં ઘુસી ગયાના સમાચાર છે. તો સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર ડેમમાં પાણીની સૌથી વધુ આવક નોંધાઇ છે. સાથે જ ન્યારી ડેમ પણ છલકાયો છે. આ સિવાય રાજકોટ પંથકના તમામ જળાશયોનું જળસ્તર ઉપર આવી રહ્યું છે. હજુ પણ 48 કલાક ભારે વરસાદની આગાહી છે, ત્યારે તંત્રએ લોકોને સાવચેત રહેવા અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચો :  Rajkot Rain : ગોંડલ, જસદણ, લોધિકા, ઉપલેટા, જેતપુર પંથકમાં ભારે વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડુબ્યાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">