સુરતમાં કોરોનાના કહેર વચ્ચે હવનયજ્ઞ, કોવિડ હોસ્પિટલ નજીક VHPના મહિલા સભ્યોએ કર્યો હવનયજ્ઞ

સુરતમાં કોરોના આતંક મચાવી રહ્યો છે. ત્યારે શહેર અને કરોના ગ્રસ્ત દર્દીઓની સલામતી માટે વિશ્વ હિંદુ પરિષદની મહિલાઓએ હવનયજ્ઞનું આયોજન કર્યું હતું.

| Updated on: Apr 14, 2021 | 1:13 PM

દેશભરમાં કોરોનાની મહામારીએ ફરી માથું ઊંચું કર્યું છે. દરરોજ આવતા કેસના આંકડા અને મૃત્યુ દર ખુબ નિરાશા જન્માવે એવા છે. આ સ્થિતિમાં સોશિયલ મીડિયામાં પણ અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ઠેર ઠેર ઉભરાઈ રહેલા સ્મશાનના વિડીયો પણ જોવા મળી રહ્યા છે. વાત કરીએ સુરતની તો સુરતમાં ખુબ કપરી પરિસ્થિતિ છે. તાજેતરમાં જ સુરતના સ્મશાન ગૃહનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચોવીસ કલાક ચીમની ચાલુ રહેતા ચીમનીની પાઈપ પણ ઓગળવા લાગી છે.

આ કોરોનાના કપરા સમયમાં સારા સમય માટે ઘણી બધી જગ્યાએ પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. સુરતમાં પણ કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવાનયજ્ઞનું આ આયોજન વિશ્વ હિન્દુ પરિષદના મહિલા સભ્યો દ્વારા કરવામાં આવ્યું. હવનયજ્ઞમાં પ્રાર્થના કરવામાં આવી કે પરમકૃપાળુ પરમાત્માના આશીર્વાદ કોવિડ દર્દીઓ પર અને શહેર પર બની રહે. કોવિડ હોસ્પિટલ નજીક જ વિશ્વ હિન્દુ પરિષદ મહિલા સભ્યો દ્વારા આ હવનયજ્ઞ કરવામાં આવ્યો. યજ્ઞ થકી અને માતાજીના આશીર્વાદ થકી દર્દીઓને એક અલગ વાતાવરણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલાઓએ કોવિડની મહામારીમાંથી લોકોને બહાર ઉગારવા પરમકૃપાળુ પરમાત્મા અને માતાજીને કામના કરવામાં આવી હતી.

કોરોનાના આ સમયમાં ડેડબોડીઝ વધવાના કારણે સુરતમાં કેટલાક સ્મશાનગૃહો સતત ચાલી રહ્યા છે. અને આ કારણે ઘણી ચીમનીઓ ઓગળી રહી છે અથવા ક્રેક થઈ રહી છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કુરુક્ષેત્ર સ્મશાન અને અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ગેસ આધારિત ભઠ્ઠીઓ છેલ્લા એક અઠવાડિયાથી સતત મૃતદેહોનો અગ્નિદાહ કરવા માટે કાર્યરત છે. જેના કારણે જાળવણીના કામમાં મુશ્કેલી સર્જાય છે.

સ્મશાનનું સંચાલન કરતા ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, “ગયા વર્ષે કોરોના વાયરસનો રોગચાળો શરૂ થયો તે પહેલાં કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં આશરે 20 જેટલા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો હતો. હવે આ સંખ્યા વધી ગઈ છે. હાલમાં દરરોજ 100 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.”

જાહેર છે કે કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે. આ વચ્ચે સુરતમાં લોકો અને કોરોનાના દર્દીઓની પરિસ્થિતિમાં સુધારો થાય ટે આશાથી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વિવાદિત નિવેદનોની ‘તીરથ યાત્રા’, જાણો કુંભમાં કોરોનાને લઈને શું કહ્યું CM તીરથસિંહ રાવતે

આ પણ વાંચો: ફેસબુકનો મોટો નિર્ણય: હવે તમે પણ કરી શકશો ફેસબુક પર આપત્તિજનક પોસ્ટ સામે અપીલ

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">