સુરત વીડિયો : ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની, એક જ પરિવારના ત્રણ લોકોને લીધા અડફેટે, એકનું મોત
સુરતના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની છે. સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જીને બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. સુરતના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની છે. સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે.
અકસ્માત સર્જીને બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. જેના વિરુદ્ધ સચિન GIDC પોલીસે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે માત્ર એક જ મહિનામાં અકસ્માતની આ 5મી ઘટના છે. ગઇકાલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં BRTS બસની અડફેટે આવતા યુવકનું મોત નિપજ્યું હતું.
Latest Videos
