સંઘપ્રદેશ દમણમાં ચાલુ કારે યુવકનો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
સંઘપ્રદેશ દમણમાં યુવકે ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવકે કારના રૂફ પર બેસીને જીવલેણ સ્ટંટ કર્યો હતો. વડોદરાથી ફરવા આવેલા યુવકે આ પ્રકારનો સ્ટંટ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં અત્યારે લોકો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. આવી જ એક ઘટના દમણમાં બની છે. સંઘપ્રદેશ દમણમાં યુવકે ફેમસ થવા માટે જોખમી સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. યુવક કારના રૂફ પર બેસીને જીવલેણ સ્ટંટ કર્યો હતો.
વડોદરાથી ફરવા આવેલા યુવકે આ પ્રકારનો સ્ટંટ કર્યો હતો. સ્ટંટ કરતા યુવકની કાર પાછળ આવતા વાહનચાલકે વીડિયોને રેકોર્ડ કરો છો.સોશિયલ મીડિયામાં યુવકના સ્ટંટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ અગાઉ રાજકોટમાં પણ આ પ્રકારની જોખમી રીલ્સ બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવકે BRTS રૂટ પર જોખમી રીલ્સ બનાવવી હતી.
