Rajkot : વિધર્મી યુવતી સાથેના પ્રેમની મળી આકરી સજા, પ્રેમ સબંધમાં યુવકની ઘાતકી હત્યા

Rajkot News : યુવકના મૃત્યુની જાણ થતા યુવતીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:27 PM

ગુજરાતના રાજકોટમાં (Rajkot)  એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 22 વર્ષના યુવકની પ્રેમ કહાનીનો પણ નિર્દય હત્યા (Murder) સાથે અંત આવ્યો. હૈદરાબાદમાં અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કરવા બદલ નાગરાજુને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તે મામલો હજુ થાળે પડ્યો નથી ત્યાં આ ઘટના સામે આવતા ચકસાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ યુવક,વિધર્મી યુવતી  સાથે પ્રેમસંબધમાં હતો.યુવતીના ભાઈ અને પરિવારના સભ્યોએ મિથુન ઠાકુર (Mithun Thakur) નામના યુવકને માર માર્યો હતો.

યુવકના મૃત્યુની જાણ થતા યુવતીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

જ્યારે યુવતી પોતાના પ્રેમીને બચાવી ન શકી ત્યારે તેણે તેના હાથની નસ કાપી નાખી હતી. જોકે, તેને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો.મળતી માહિતી મુજબ યુવતી મિથુન સાથે મોબાઇલ ફોનમાં વાત કરતી હતી જેની જાણ યુવતીના ભાઇને થતા તેના ઘરમાં ઘૂસીને તેને ગંભીર રીતે માર માર્યો.જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે.

યુવકના મૃત્યુની જાણ થતા યુવતીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જો કે તેને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો.આ મામલે હાલ પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">