મહેસાણામાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી યુવકે કેનાલમાં છલાંગ લગાવી, લોકોએ બહાર નિકાળ્યો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાનો એક યુવાન વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને વ્યાજખોરોના ત્રાસને લઈ વીડિયો બનાવીને તેને વાયરલ કરી કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. જોકે આસપાસમાં રહેલા રાહદારીઓ છલાંગના અવાજથી દોડી આવીને યુવકને બહાર કાઢીને હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યો હતો.
મહેસાણા જિલ્લામાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. યુવાને વ્યાજખોરાના અસહ્ય ત્રાસને લઈ આપઘાત કરવા કેનાલમાં કૂદ્યો હતો. યુવાને કેનાલમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા આસપાસથી અન્ય રાહદારીઓ કેનાલ તરફ અવાજથી દોડી આવ્યા હતા. લોકોએ યુવાનને કેનાલમાથી બહાર નિકાળીને સારવાર માટ ખસેડ્યો હતો.
આ પણ વાંચો: લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ
યુવાને થોડા વરસ અગાઉ વ્યાજે પૈસા લીધા હતા. શરુઆતમાં પાંચ ટકા વ્યાજ આગળ જતા દશ ટકા વ્યાજ થયુ હતુ. આમ વ્યાજનું ચકરડું ફરવા લાગતા વ્યાજ વીસ ટકાએ પહોંચવા લાગ્યું હતું. બીજી તરફ વધુ વ્યાજ અને ત્રાસ દાયક ઉઘરાણીએ યુવકનું જીવન જાણે કે મુશ્કેલ બનાવી દીધુ હતુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 14, 2024 07:41 PM
Latest Videos
