Jamnagar Video: જામનગર પંથકમાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં વધુ એક યુવકનું મોત

Jamnagar Video: જામનગર પંથકમાં અચાનક છાતીમાં દુઃખાવો થતાં વધુ એક યુવકનું મોત

| Edited By: | Updated on: Oct 25, 2023 | 1:41 PM

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે.જામનગર જિલ્લામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જામનગરમાં 37 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. અચાનાક છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. તો બીજી તરફ ભાવનગરના તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જીજ્ઞા બારૈયા નામની યુવતી રાત્રે સૂતા બાદ સવારે ઉઠી ન હતી.

Jamnagar Video : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જામનગરમાં 37 વર્ષીય યુવકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે.

તો બીજી તરફ ભાવનગરના તળાજાના દેવલી ગામે 18 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જીજ્ઞા બારૈયા નામની યુવતી રાત્રે સૂતા બાદ સવારે ઉઠી ન હતી.

આ પણ વાંચો : Jamanagar: કાલાવડનો બાલાભંડી ડેમ ઓવરફલો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, જુઓ Video

તો રાજ્યમાં નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી 36 લોકોના મોત થયા છે. તેમજ કુલ 766 કેસ નોંધાયા છે. મોટાભાગના હાર્ટ એટેકના કેસ સાંજે 6 વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં નોંધાયા હતા.જેમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જામનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો