ગુજરાત યુથ કોંગ્રેસેના ટ્વીટર પરથી PM મોદીના વખાણ કરતા કરાયેલા ટ્વીટ મુદ્દે યુથ કોંગ્રેસે નોંધાવી ફરિયાદ, ટ્વીટર એકાઉન્ટ હેક થયાનો દાવો

યુથ કોંગ્રેસના (Youth Congress) ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટમાં "હમ શિલાન્યાસ કરતે હૈ, હમ હી ઉદ્ધાટન કરતે હૈ" એવુ લખાણ લખવામાં આવ્યુ હતું. આ ફોટો સાથેનું ટ્વીટ વાયરલ થયા બાદ વિવાદ થયો અને યુથ કોંગ્રેસે તાત્કાલિક પોસ્ટ ડિલીટ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 12:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) તસવીર સાથે ગુજરાત યુથ કોંગ્રેસે (Gujarat Youth Congress) કરેલુ એક ટ્વીટ ચર્ચામાં આવ્યુ છે. ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવ્યા હતા. ટ્વીટમાં “હમ શિલાન્યાસ કરતે હૈ, હમ હી ઉદ્ધાટન કરતે હૈ” એવુ લખાણ લખવામાં આવ્યુ હતું. આ ફોટો સાથેનું ટ્વીટ વાયરલ થયા બાદ વિવાદ થયો અને યુથ કોંગ્રેસે તાત્કાલિક પોસ્ટ ડિલીટ કરી હતી. યુથ કોંગ્રેસ તરફથી સાયબર ક્રાઇમમાં (Cybercrime) ફરિયાદ કરવામાં આવી છે.

સામાન્ય રીતે મોદી સરકાર વિરુદ્ધ લખનારા યુથ કોંગ્રેસના ટ્વીટર અકાઉન્ટ પર અચાનક જ નરેન્દ્ર મોદીના વખાણ જોવા મળતા સૌ કોઇ આશ્ચર્યમાં મુકાયા હતા. ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટર અકાઉન્ટ પર 18 જુલાઇના રોજ “હમ શિલાન્યાસ કરતે હૈ, હમ હી ઉદ્ધાટન કરતે હૈ” એવુ લખાણ તો લખવામાં આવ્યુ જ હતુ. સાથે જ #Modihaitomumkinhai પણ જોવા મળ્યુ હતુ.

પ્રાથમિક ધોરણે તો આ મામલો કોંગ્રેસનો આંતરિક વિખવાદ અથવા તો કોઇકે ટીખળના ભાગ રુપે આ લખાણ લખ્યુ હોવાનું મનાઇ રહ્યુ હતુ. જો કે આજે 19 જુલાઇના રોજ ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુથ કોંગ્રેસે તેમનું ટ્વીટર અકાઉન્ટ હેક થયુ હોવા અંગેનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. જેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે 18 જુલાઇએ ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટર અકાઉન્ટ પરથી મોદી સરકારના વખાણ થયા બાદ ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જે પછી ભાજપના નેતાઓએ ગુજરાત યુથ કોંગ્રેસે કરેલા આ ટ્વીટને આવકાર્યું હતુ અને કહ્યું કે, દેશની જનતા તો વડાપ્રધાનની કામગીરીને બિરદાવે છે પરંતુ સારી વાત છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">