Gandhinagar: હાઈટેન્શન વીજલાઈનના થાંભલે ચડ્યો યુવક, 10 કલાક બાદ સમજાવટથી માંડ ઉતર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 7:14 PM

ગાંધીનગર જિલ્લામાં એક યુવાને ભારે કરી દીધી હતી. દહેગામ તાલુકાના સોનારડા ગામમાં એક યુવક હાઈટેન્શન વીજ લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. ત્યાર બાદ અનેક સમજાવટ બાદ નિચે ઉતરવાનુ નામ જ નહીં લેતા આખરે ફાયર બ્રીગેડ અને પોલીસની મદદ લેવી પડી હતી. યુવકને અનેક સમજાવટ બાદ આખરે સફળતા મળતા નીચે ઉતર્યો હતો. જોકે કલાકો સુધી તે થાંભલા પર જ ચડેલો રહેવાને લઈ નજરે જોનારાઓના જીવ ઉંચા થઈ હતા.

આ પણ વાંચોઃ સાબલવાડનો યુવાન ખેડૂત ઘરમાંજ ઢળી પડતા મોત, હાર્ટએટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો

યુવકને નીચે ઉતાર્યા બાદ ફાયર અને પોલીસની ટીમોએ તેની સાથે વાતચીત કરતા તે માનસીક બિમાર હોવાનુ જણાયુ હતુ. બિમારીને લઈ તે હાઈટેન્શનલ વીજ લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. વીજ લાઈન 66 કેવીની હતી અને જેની પર તે ચડી જવાને લઈ જોખમ સર્જાયુ હતુ. જોકે પોલીસ અને ફાયરના જવાનો તેને સમજાવવામાં સફળ રહ્યા હતા.

 ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 23, 2023 04:33 PM