Rajkot Video : યુવકને ધોકા વડે મારમારી હત્યા કરનાર મુખ્ય 2 આરોપી પોલીસ સકંજામાં
રાજકોટના વીરપુરમાં યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. તાલુકા પંચાયતના મહિલા ઉપ પ્રમુખના પતિએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં કૌટુંબિક કાકાએ ભત્રીજાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. વાડીએ 9 લોકોએ ધોકા, પાઈપ વડે માર મારતા પિડીતનું મોત થયુ હતુ.જે ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હતા.
રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. રાજકોટના વીરપુરમાં પણ હત્યાનો મામલો સામે આવી હતી. તાલુકા પંચાયતના મહિલા ઉપ પ્રમુખના પતિએ હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. વાડીએ 9 લોકોએ ધોકા, પાઈપ વડે માર મારતા પિડીતનું મોત થયુ હતુ.જે ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હતા. મળતી માહિતી અનુસાર મૃતક રાજુ બારૈયાની પુત્રી સાથે ફોન પર વાતચીત કરતો હોવાનો ખાર રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
રાજકોટના વીરપુરમાં અપહરણ બાદ યુવકની હત્યાના કેસમાં પોલીસે 7 આરોપીની ધરપકડ હતી. જ્યારે તે સમયે મુખ્ય આરોપી રાજુ બારૈયા અને નીતિન મકવાણા હજુ પણ ફરાર થઈ ગયા હતા. પરંતુ હાલ તે પોલીસ સકંજામાં છે. મહત્વનું છે કે મૃતક હિતેશ અને આરોપી રાજુ બારૈયાનો કૌટુંબિક ભત્રીજો હતો. જો કે આરોપ છે કે રાજુ બારૈયાની કારમાં હિતેશનું અપહરણ કરીને વાડીએ લઈ ગયો હતો.જ્યાં 9 શખ્સોએ બેઝબોલના ડંડા અને પાઈપ વડે માર મારતાં તેનું મોત થયું હતું.
