આજનું હવામાન : પતંગ રસિકો માટે સારા સમાચાર ! જાણો રાજ્યમાં કેવી રહેશે પવનની ગતિ, જુઓ વીડિયો
ઉતરાયણના હવામાનને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર 14 અને 15 તારી ખએ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે. તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં પવનની ગતિ સામાન્ય રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ઉતરાયણના હવામાનને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર 14 અને 15 તારીખે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ રહે તેવી શક્યતા છે. તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિમીની ઝડપે પવન રહે તેવી શક્યતા છે.
તેમજ દક્ષિણ-મધ્યમાં 13થી 20 કિમીની આસપાસ પવન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં દરિયા કિનારા તરફ વધુ પવન રહેવાની શક્યતા છે. વલસાડ, સુરત અને દરિયા કિનારા પાસે ઠંડીનું પ્રમાણ વધુ રહે તેવી સંભાવના છે. તેમજ 15મી જાન્યુઆરીએ પવનની ગતિ ખૂબ ધીમી રહેશે.
રાજ્યમાં કેવી રહેશે ઠંડી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ગીર સોમનાથ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

