આજનું હવામાન : આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રના માથે ચિંતાના વાદળછવાયા, જુઓ વીડિયો

આજનું હવામાન : આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રના માથે ચિંતાના વાદળછવાયા, જુઓ વીડિયો

| Updated on: Jan 10, 2024 | 9:44 AM

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં વાદળછાયું વાતારણ રહેશે. તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે.તેમજ અરબસાગરમાં આવેલા ટ્રફને કારણે કમોસમી વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર, કચ્છ,પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.તેમજ છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો અમદાવાદ, જામનગર, મહીસાગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો