આજનું હવામાન: રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી, વાઈબ્રન્ટ સમિટમાં માવઠુ વિધ્ન બને તેવી શક્યતા, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 3 દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 3 દિવસમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. તો આગામી 9 અને 10 જાન્યઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. તો આણંદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
અમદાવાદ, અમરેલી, બોટાદ, દાહોદ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રરનગર સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, મોરબી, મહેસાણા, રાજકોટ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ બનાસકાંઠા, દાહોદ જિલ્લામાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
