નલિયા બન્યુ રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર, અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી ઘટ્યુ,જાણો કેવુ રહેશે તમારા શહેરમાં આજનું તાપમાન
8.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. અમદાવાદમાં 2 દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ભુજ અને કેશોદમાં નોંધાયું 11.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. 11.9 ડિગ્રી સાથે કંડલામાં કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. માઉન્ટ આબુમાં નોંધાયું માઇનસ 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 8.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. અમદાવાદમાં 2 દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ભુજ અને કેશોદમાં નોંધાયું 11.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. 11.9 ડિગ્રી સાથે કંડલામાં કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. માઉન્ટ આબુમાં નોંધાયું માઇનસ 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં આજે લઘુત્તમ 14 ડિગ્રી અને મહત્તમ 30 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.તો સાબરકાંઠામાં ન્યૂનતમ ડિગ્રી 15 અને મહત્તમ 28 ડિગ્રી તાપમાન રહેશે.સુરતમાં ન્યુનતમ 15 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ન્યૂનતમ 15 અને મહત્તમ 29 ડિગ્રી, તાપીમાં ન્યૂનતમ 14 ડિગ્રી અને મહત્તમ 32 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
વડોદરામાં લઘુત્તમ 20 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી રહેશે, વલસાડમાં ન્યૂનતમ 19 અને મહત્તમ 31 ડિગ્રી, દાહોદમાં લઘુત્તમ 15 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી રહેવાની સંભાવના છે. ડાંગમાં લઘુત્તમ 15 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી રહેવાની શક્યતા છે.ખેડામાં લઘુત્તમ 16 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી,જુનાગઢમાં લઘુત્તમ 15 અને મહત્તમ 32 ડિગ્રી, કચ્છમાં લઘુત્તમ 13 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી રહેવાની સંભાવના છે.
મહેસાણામાં લઘુત્તમ 13 ડિગ્રી અને મહત્તમ 28 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.મહીસાગરમાં ન્યુનતમ 16 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.મોરબીમાં લઘુત્તમ 14 ડિગ્રી અને મહત્તમ 29 ડિગ્રી રહેવાની સંભાવના છે. નર્મદામાં લઘુત્તમ 16 અને મહત્તમ 30 ડિગ્રી રહેવાની સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

