આજનું હવામાન : હાડ થીજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, આ જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડશે, જુઓ વીડિયો

આજનું હવામાન : હાડ થીજવતી ઠંડી માટે થઈ જાવ તૈયાર, આ જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડશે, જુઓ વીડિયો

| Updated on: Jan 18, 2024 | 9:59 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર, જુનાગઢ, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. તેમજ આજે અમદાવાદ, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, જામનગર,જુનાગઢ, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અમરેલી,ભરુચ, દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.બીજી તરફ આણંદ,ગાંધીનગર, કચ્છ, ખેડા,મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. દાહોદ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભાવનગર,છોટાઉદેપુર,ગાંધીનગર,ખેડા સહિતના જિલ્લામાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો