આજનું હવામાન : રાજ્યમાં કોલ્ડવેવની સાથે માવઠાની સંભાવના, જુઓ વીડિયો
રાજ્યમાં એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે.તો 5 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં શીત લહેર જોવા મળે તેવી સંભાવના છે.ઠંડી ધીમે ધીમે જોર પકડી રહી છે.પરંતુ આ ઠંડીના વાતાવરણમાં ફરી છત્રી અને રેઈનકોટ કાઢવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.ભરશિયાળે વરસાદ થવાની આગાહી કરાઈ છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે.તો 5 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.અરબી સમુદ્રમાં લો-પ્રેસર સક્રીય થતાં ચક્રવાતની પણ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,આણંદ, અરવલ્લી, બોટાદ, ખેડા, મહીસાગર,નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
