પ્રવાસીઓ માટે આનંદના સમાચાર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કમાં જોવા મળશે સફેદ સિંહ

| Edited By: | Updated on: Jan 10, 2024 | 11:44 PM

જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળ રહેણાંકની વ્યવસ્થા કરાઈ છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે, જ્યારે ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળતા હોય છે. તો જેગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી છે. હવે ત્રણેય દેશના વિશેષ પ્રાણીને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાં જોઈ શકશે.

નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે. હવે સફારી પાર્કમાં તમને 6 નવા મહેમાન જોવા મળશે. આ 6 નવા પ્રાણીઓમાં સફેદ સિંહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગનો સમાવેશ થાય છે. આ નવા આવેલા પ્રાણીઓની સંખ્યાની વાત કરીએ તો એક આફ્રિકન સફેદ સિંહ, 2 સિંહણ, 2 જેગુઆર અને એક ઉરાંગ ઉટાંગ છે.

જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળ રહેણાંકની વ્યવસ્થા કરાઈ છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકામાં જોવા મળતા હોય છે, જ્યારે ઉરાંગ ઉટાંગ ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જોવા મળતા હોય છે. તો જેગુઆર દક્ષિણ અમેરિકામાં જોવા મળતું પ્રાણી છે. હવે ત્રણેય દેશના વિશેષ પ્રાણીને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્કમાં જોઈ શકશે.

આ પણ વાંચો અમદાવાદ : વડાપ્રધાન મોદી ફ્લાવર શોની મુલાકાત બાદ દિલ્હી જવા રવાના