Weather Update: રાજ્યના વાતાવરણમાં પલટો, વલસાડ, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટા

Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમા દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 7:37 PM

હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ (Rain) પડવાની આગાહી કરી છે. જેમા વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ (Valsad) સહિત વાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે. વરસાદી ઝાપટાના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. આ તરફ આણંદના ઉમરેઠ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરેઠ પંથકમાં બે દિવસથી સતત વરસાદી માહોલ છે. અહીંના સુંદરપુરા, ભાટપરા અને સુરેલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદમાં વરસાદી ઝાપટા

સાબરકાંઠામાં પ્રાંતિજ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદના અહેવાલ મળ્યા છે. બાલીસણા, ઉંછા, બાકલપુર, મામરોલી, પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ સમયગાળામાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ડાંગર અને મગફળીના પાકમાં વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવી રહ્યા છે.

આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડવાના અહેવાલ છે. અહીંના મેઘરજ, માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે રઘુનાથપુર, મોરડુંગરી, સોનિકપુર અને ગોવિંદપુર ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. મેઘરજના મોટી મોરડી, ઉંડવા અને ભીમાપુરમાં પણ વરસાદ વરસ્યો છે. અહીં ધનસુરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

આ સાથે અમદાવાદમાં પણ સતત બીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નારોલ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા પાણી ભરાયા છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">