અમદાવાદ રિવર ફ્રન્ટ પર બોટિંગ બંધ કરાયું, જરુરી પરવાના વિના જ ચાલતી હતી રાઈડ!
વડોદરાના હરણી તળાવની ઘટના બાદ હવે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી વોટર રાઈડને બંધ કરી દેવામાં આવી છે. જરુરી પરવાના નહીં મેળવેલ હોવા છતાં બોટિંગ ચાલતુ હોવાનું સામે આવ્યુ છે. પર્યટકોની સુરક્ષાને લઈ બોટિંગ બંધ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. જોકે સવાલ એ છે કે, અત્યાર સુધી કેવી રીતે બોટિંગ ચાલી રહ્યુ હતુ.
વડોદરાની ઘટના બાદ હવે તંત્ર રાજ્યમાં બોટિંગને લઈ સતર્ક થયુ છે. ઘટના સર્જાતા જ હવે સતર્ક થવાનું યાદ આવ્યુ હોય એમ પરવાના અને ક્ષતિઓ જણાતી હોય એવી તમામ બાબતો પર ધ્યાન હાલ તો તંત્ર દ્વારા આપવાનું શરુ થયુ છે. આવી જ રીતે હવે સાબરમતી રિવર ફ્રન્ટ પર ચાલતી વોટર રાઈડને બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ
બોટિંગને લઈ કેટલીક લોલમલોલ સામે આવી છે. જેમાં પોલીસ વિભાગ પાસેથી મેળવવાના થતા પ્રમાણપત્ર વિના જ આ રાઈડ ચલાવવામાં આવતી હતી. સંચાલક દ્વારા પરવાનો મેળવવામાં આવ્યો નહોતો. જેને લઈ હવે સવાલ એ થાય છે કે, અત્યાર સુધી કેવી રીતે આ બોટિંગ ચાલી રહ્યું હતું.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 20, 2024 06:35 PM
