Ahmedabad: બોપલની સોસાયટીઓમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદના પાણી, અવર જવર માટેનો રસ્તો બંધ

અમદાવાદમાં (Ahmedabad) વરસાદ બાદ હજુ પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં સોસાયટીઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી. બોપલ-ઘુમાં પાસે આવેલી સુરધારા સોસાયટીમાં વરસાદના (Rain) પાણી હજી પણ ભરાયેલા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 3:11 PM

દર વર્ષે ચોમાસા (Monsoon 2022) પહેલા AMC દ્વારા પ્રિમોન્સુન કામગીરીના (Pre Monsoon Works) મસમોટા દાવા કરવામાં આવે છે અને દર વર્ષે એની એ જ સમસ્યાઓ ઉભી જ હોય છે. આ વર્ષે પણ ચોમાસાના વરસાદમાં AMCની કામગીરીની પોલ ખુલી ગઇ છે. દર વખતેની જેમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની AMCની કામ કરવાની જે રીત છે તે જ ઢબે કામ થઈ રહ્યુ છે. અમદાવાદમાં (Ahmedabad) વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેમાંથી કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. બોપલ વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદમાં વરસાદ બાદ હજુ પણ અમુક વિસ્તારો એવા છે જ્યાં સોસાયટીઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી. બોપલ-ઘુમાં પાસે આવેલી સુરધારા સોસાયટીમાં વરસાદના પાણી હજી પણ ભરાયેલા છે. જેને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીની પાછળના ભાગે રેલવે ટ્રેક આવેલો છે. જ્યાં વધુ એક ટ્રેકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જેના કારણે પાણીની અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને કારણે વરસાદનું પાણી હજી પણ સોસાયટીના અમુક વિસ્તારમાં ભરાયેલું રહે છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત અને ગામના સરપંચ સહિત અનેક લોકોને રજુઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો. સોસાયટીમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. સાથે જ લોકોમાં રોગચાળો ફેલાવાનો ડર છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">