NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 24 કલાકમાં 31 સેમીનો વધારો

Sardar Sarovar Narmada Dam : વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 31 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 14,248 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 12:16 PM

NARMADA : ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં 31 સે.મી.નો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 14,248 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી છે. સાવચેતીરૂપે ડેમના પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમમાં હાલ 4,878.01 MCM લાઈવ સ્ટોરેજ છે.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. અને, જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમની જળસપાટીમાં હજી પણ વધારો થઇ શકે છે.

ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ઓછી છે. હાલ નર્મદા ડેમની સપાટી 119.72 મીટરે પહોંચી છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તે ચિંતાનો વિષય છે. તેમજ જો નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને લઇને કપરા બની શકે છે.

આ પણ વાંચો : IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટને લાગ્યો આટલા કરોડનો ફટકો, હવે BCCI નિકાળશે નુકશાનમાં રાહતનુ સમાધાન

આ પણ વાંચો : IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">