રાજકોટના ગોંડલમાં જોવા મળ્યુ ધુમ્મસનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન, જુઓ વીડિયો
ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ કાતિલ ઠંડીની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળી રહ્યુ છે. ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો-જામનગરના પટેલ કોલોનીમાં માત્ર 20 લાખમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે તેની વિગત
રાજકોટ જિલ્લાના ગોંડલમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલો જોવા મળી રહ્યો છે. ધુમ્મસના કારણે નેશનલ હાઈવે પર વિઝિબિલિટી ઓછી થઇ ગઇ છે. ઓછી વિઝીબલિટીના કારણે વાહનોની રફતાર ધીમી પડી હતી. વાહનચાલકોને ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ વાહનચાલકોને ફરજિયાત હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.