Rajkot : વીરપુરમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી, દેશ-વિદેશથી ભક્તોની લાગી કતારો, જુઓ Video
યાત્રાધામ વિરપુરમાં આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિરપુર ધામ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યું હતું.
યાત્રાધામ વિરપુરમાં આજે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિરપુર ધામ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યું હતું. શોભાયાત્રા વિરપુરના મુખ્ય માર્ગો પર નીકળી હતી જેમાં સાધુ-સંતો અને હજારો ભાવિકો જોડાયા હતા.
જલારામ બાપાને અર્પણરૂપે 226 કિલો બુંદી-ગાંઠિયાનો પ્રસાદ તૈયાર કરાયો હતો અને તે પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવ્યો હતો. કારણ કે પૂજ્ય જલારામબાપાએ લગભગ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી. શોભાયાત્રામાં પૂજ્ય બાપાના જીવન પ્રસંગોને દર્શાવતી ઝાંખીઓ પણ રજૂ કરાઈ. સમગ્ર વિરપુર ધામ આ પ્રસંગે ભક્તિ અને આનંદના રંગોમાં રંગાઈ ગયું હતું.
