અમદાવાદમાં રોગચાળાએ માથું  ઉચક્યું ! UHC અને CHCમાં 1500થી વધારે કેસ નોંધાયા, જુઓ Video

અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું ! UHC અને CHCમાં 1500થી વધારે કેસ નોંધાયા, જુઓ Video

| Edited By: | Updated on: Nov 05, 2025 | 2:56 PM

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. પરંતુ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બેવડીઋતુના પગલે શહેરમાંથી રોગચાળો દૂર થવાનું નામ નથી લઈ રહ્યો. બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે.

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. પરંતુ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બેવડીઋતુના પગલે શહેરમાંથી રોગચાળો દૂર થવાનું નામ નથી લઈ રહ્યો. બેવડી ઋતુના માર વચ્ચે અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે. શહેરમાં વાયરલના કેસમાં ધરખમ વધારો થયો છે. શહેરની Amc સંચાલિત, પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલમાં વાયરલના નોંધપાત્ર કેસ નોંધાઈ રહ્યા છે.એક દિવસમાં અંદાજીત 7 હજાર વાયરલના કેસ નોંધાઈ રહ્યા હોય તેવું અનુમાન છે.

તો બીજી તરફ એક જ દિવસમાં UHC અને CHCમાં 1500 જેટલા કેસ નોંધાયા છે. બેવડી ઋતુના લીધે પાણી અને મચ્છરજન્ય રોગો પણ ઉથલો મારી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં પણ પાણીજન્ય રોગોમાં વધારો નોંધાયો હતો. તો હાલમાં ઝાડા ઉલ્ટીના – 241 કેસ, કમળાના 199, ટાફોઈડના 227 ડેન્ગ્યુના – 253 કેસ નોંધાયા છે. બીજી તરફ રોગચાળો વધતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને યોગ્ય કામગીરી હાથ ધરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો