વિપુલ ચૌધરીએ ટેક્સાસમાં પુત્ર માટે 9 કરોડનો બંગલો ખરીદયો, એસીબીની તપાસમાં ખુલાસો

દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy)  પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના(Vipul Choudhary)  કેસને લઇને એસીબીએ આજે મોટો ખુલાસો કર્યો હતો. જેમાં એસીબીના(ACB)  મતે વિપુલ ચૌધરીના એચયુએફ એકાઉન્ટમાં મોટા હવાલા જોવા મળ્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Sep 23, 2022 | 11:53 PM

દૂધસાગર ડેરીના(Dudhsagar Dairy)  પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના(Vipul Choudhary)  કેસને લઇને એસીબીએ આજે મોટો ખુલાસો કર્યો હતો. જેમાં એસીબીના(ACB)  મતે વિપુલ ચૌધરીના એચયુએફ એકાઉન્ટમાં મોટા હવાલા જોવા મળ્યા છે. જેમાં માહિતી મુજબ વિપુલ ચૌધરીએ ટેક્સાસમાં પુત્ર માટે 9 કરોડનો બંગલો ખરીદયો હતો. તેમજ તેમણે કરેલા નાણાકીય વ્યવહારની તપાસ કરીએ તેમણે કરેલા કુલ વ્યવહારના 50 ટકા વ્યવહાર ફોરેનમાં કર્યા છે. આ દરમ્યાન દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા..કોર્ટમાં એસીબી દ્વારા છ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.પણ કોર્ટે આ માગ નામંજૂર કરી હતી.જેની બાદ વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

બીજી તરફ ACBના DYSP આશુતોષ પરમારે ખુલાસો કર્યો હતો, વિપુલ ચૌધરીના ચાર બેન્ક એકાઉન્ટ, તેમના પત્ની ગીતા ચૌધરીના 10 એકાઉન્ટ અને પુત્રના 6 એકાઉન્ટ સહિત અલગ અલગ 20 એકાઉન્ટ તપાસવામાં આવ્યા હતા.. 2009થી 2014ના ગાળામાં વિદેશમાં 15 કરોડ જેટલા વ્યવહારો કરવામાં આવ્યા હતા..આ વિદેશી રોકાણ અંગે EDને પણ જાણ કરવામાં આવી છે…હાલ વિપુલ ચૌધરીના પત્ની અને તેમના પુત્ર ભાગેડું છે..અને બંને વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં  ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ તપાસમાં ED  પણ જોડાશે આથી વિપુલ ચૌધરી સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati