ઝેરી દારૂકાંડની આગમાં 29 જીંદગી હોમાઈ, રોજીદ ગામમાં ચારેતરફ હૈયાફાટ રૂદનના દ્રશ્યો, જુઓ VIDEO

કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈ મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે. ચોતરફ ગામમાં હાલ આંક્રદ જોવા મળી રહ્યુ છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jul 26, 2022 | 1:46 PM

બોટાદ (botad) ઝેરી દારૂ કાંડમાં રોજીદ ગામના(Rojid Village)  અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે.ગામમાં 8થી 10 લોકો મોતને ભેટ્યા છે.ગામમાં આજે સવારે એકસાથે 5 મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે.ગામમાં ચારેતરફ આંક્રદનો માહોલ જોવા મળી રહ્યો છે.પરિવારજનોની આંખમાં આંસુ સૂકાતા નથી. કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો છે,કોઈ મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈ દીકરાએ પોતાનો બાપ ગુમાવ્યો છે. પરિવારના સભ્યનું આમ ચાલ્યા જવું લોકોને મંજૂર નથી.પરિવારજનો અને સગા-સંબંધીઓનું હૈયાફાટ રૂદન જોઈને કોઈની પણ આંખમાં આંસુ આવી જાય.આખુ ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ઘોડા છુટ્યા પછી તબેલે તાળા મારવા નીકળી સરકાર !

બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.વધુ 2 લોકોના મોત થતા મૃત્યુઆંક 29 પર પહોંચ્યો છે.બીજી તરફ લઠ્ઠાકાંડના પગલે ગાંધીનગર (Gandhinagar) સુધી પડઘા પડ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પોલીસ વડા સાથે વાતચીત કરીને લઠ્ઠાકાંડનો (lattha Kand) તાગ મેળવ્યો છે.સાથે જ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.તેમજ મુખ્યપ્રધાને (CM Bhupendra patel) સમગ્ર ઘટનામાં તપાસ કરી રિપોર્ટ ગૃહવિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યા છે.અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે પણ તંત્રને પણ સુચનો કરવામાં આવ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati