Rain News : પોળો ફોરેસ્ટ નજીક આવેલો હરણાવ ડેમ છલકાયો, ડેમના 3 દરવાજા ખોલાયા, 11 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં ભારે વરસાદ વરસતા વિજયનગરનો હરણાવ ડેમ છલકાયો છે. જેના પગલે હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં ભારે વરસાદ વરસતા વિજયનગરનો હરણાવ ડેમ છલકાયો છે. જેના પગલે હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 3 હજાર 300 ક્યુસેક પાણીની જાવક છે.
ખેડબ્રહ્મા અને વિજયનગરના 11 ગામને એલર્ટ
હરણાવ ડેમના 3 દરવાજા ખોલાવામાં આવતા ખેડબ્રહ્મા અને વિજયનગરના 11 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં ખેડબ્રહ્માના શીલવાડ,વાંધા કંપા,સધારા કંપા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે. વિજયનગરના અભાપુર, આંતરસુબ્બા, મટોલી, બંધના નદી કિનારાના ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ સાબરકાંઠા પ્રાંતિજમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. પ્રાંતિજમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે બજારમાં વરસાદી પાણી ભરાયા છે. મળતી માહિતી અનુસાર શાસ્ત્રી બજાર, ભાંખરીયા સહિતના વિસ્તારમાં વધારે પાણી ભરાયા છે.
( વીથ ઈનપુટ – અવનિશ ગોસ્વામી, સાબરકાંઠા )