RAJKOT : રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી પહેલી વાર રાજકોટ પહોચ્યા, જાણો નવી સરકાર વિશે શું કહ્યું

મીડિયાને સંબોધન કરતા વિજય રૂપાણીએ કહ્યું, "મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું.ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે."

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 10:47 PM

RAJKOT : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજીનામુ આપ્યા બાદ પહેલી વખત પોતાના વતન રાજકોટ પહોંચ્યા હતા.તેમના નિવાસ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ સ્વાગત કર્યુ હતું.પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલીબેન પણ હતા. આ તબક્કે તેમણે મીડિયાને સંબોધન કરતા કહ્યું, “મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા પ્રધાનમંડળની શપથવિધિ કરાવીને પહેલી વાર રાજકોટ આવ્યો છું.ખુબ હળવાશ અને મુક્ત થઈને આહી આવ્યો છું અને આનંદ છે.”

આગળ તેમણે કહ્યું “ભારતીય જનતાપાર્ટી એ જે નિર્ણય કર્યો કે નવા લોકોને તક મળે, નવી ઉર્જા નવા વાતાવરણમાં ગુજરાતમાં વિકાસની પ્રક્રિયા આગળ વધે એ ઉદ્દેશ સાથે પાર્ટીએ જે નિર્ણય કર્યો હતો એ બધી પ્રક્રિયાઓ એટલે કે મારી સાથે મારા મંત્રીમંડળના બધા લોકો નવા મત્રીઓને કામ સોંપીને એમની શપથવિધિ કરાવીને અમે બધા લોકોએ એમને જવાબદારી સોંપી છે, મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ખુબ આગળ વધશે.”

વધુમાં વિજય રૂપાણીએ કહ્યું, ” વડાપ્રધાન મોદીની જે કલ્પના છે, વિકાસની એમણે જે રફતાર કરી છે, એ પ્રક્રિયાઓ હજી પણ વધુ સારી રીતે તેજ ગતિથી ચાલશે.આ તો રીલે રેસ છે, એક પછી એક લોકો દોડીને બીજાને જવાબદારી સોંપતા હોય છે. અને આ માત્ર ભારતીય જનતાપાર્ટીમાં જ થઇ શકે. કારણકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનારા લોકો એ સત્તા લાલચુ લોકો નથી હોતા. સત્તાને સેવાનું સાધન ગણીને કામ કરીએ છીએ”

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવા મુખ્યપ્રધાન અને નવા મંત્રી મંડળના પ્રધાનોને શુભેચ્છા પાઠવી હતી અને રાજ્યમાં ભાજપની નો રિપીટ થીયરીના પ્રયોગને આવકાર્યો હતો.

આ પણ વાંચો : VADODARA : અમેરિકી કોન્સ્યુઅલ જનરલ ડેવિડ જે રેન્ઝે ઝાયલમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">