Video : સુરતના હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી, મુખ્ય આરોપીની ધરપકડ

સુરતમાં દિલ્લીના કંઝાવલા જેવી બનેલી હિટ એન્ડ રનની કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરત LCBની ટીમે મુખ્ય આરોપી બિરેન શિવાભાઇ લાડુમોરને ઝડપી પાડ્યો છે. આ આરોપી બિરેને પલસાણાના તાંતિથૈયામાં બાઇક પર જઇ રહેલા દંપતિને અડફેટે લીધા .જે બાદ તેમણે કાર હંકારી મુકી બાઇકસવાર યુવક સાગર પાટીલને અંદાજે 12 કિલોમીટર સુધી ઢસડતા તેનું મોત નિપજ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 7:08 PM

સુરતમાં દિલ્લીના કંઝાવલા જેવી બનેલી હિટ એન્ડ રનની કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરત LCBની ટીમે મુખ્ય આરોપી બિરેન શિવાભાઇ લાડુમોરને ઝડપી પાડ્યો છે. આ આરોપી બિરેને પલસાણાના તાંતિથૈયામાં બાઇક પર જઇ રહેલા દંપતિને અડફેટે લીધા .જે બાદ તેમણે કાર હંકારી મુકી બાઇકસવાર યુવક સાગર પાટીલને અંદાજે 12 કિલોમીટર સુધી ઢસડતા તેનું મોત નિપજ્યું હતું. FSLની તપાસમાં ખુલાસો થયો છે કે બિરેનની કાર નીચે જ મૃતક સાગરનું શરીર ફસાયું હતું અને 12 કિલોમીટર સુધી ઘસડાયું હતું.

કાર ચાલક બિરેન અકસ્માતથી અજાણ હોવાનું પણ કબુલ્યું હતું

આ સમગ્ર ઘટના બાદ આરોપી બિરેન લાડુમોર ફરાર હતો જેને ઝડપી પાડવા સુરત પોલીસે વિવિધ ટીમ બનાવી તેની શોધખોળ શરૂ કરી હતી અને હવે આખરે આરોપી બિરેન પોલીસના સકંજામાં આવી ગયો છે.કાર ચાલક બિરેન અકસ્માતથી અજાણ હોવાનું પણ કબુલ્યું હતું.

પોલીસને સૌપ્રથમ કારનું લોકેશન મળી આવ્યું હતું

સુરત જિલ્લા પોલીસને અકસ્માત કરીને ભાગી રહેલા કારનો વીડિયો મળ્યા બાદ તેના આધારે આખો ગુનો ઉકેલ્યો.  પોલીસને સૌપ્રથમ કારનું લોકેશન મળી આવ્યું હતું. લક્ઝુરિયસ કાર કિયા કાર્નિવલ GJ 19 BA O222 હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ કરી હતી. જેથી કાર જીપીએસ સાથે ટ્રેક હોવાથી કારનું લોકેશન મળી આવ્યું હતું. અકસ્માત કરીને કાર ચાલક સુરતના કડોદરા સારોલી વિસ્તારમાં ભાગીને આવ્યા હતા. જ્યાં કાર ચાલક સરોલી વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો.

બિરેન લાડુમોર સુરતમાં બિલ્ડીંગના વ્યવસાય સાથે જોડાયેલો છે

પોલીસે મળેલા કારના લોકેશન બાદ તાત્કાલિક કારનો કબ્જો મેળવવા કડોદરા પોલીસની ટીમ સારોલી ખાતે પહોંચી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કારના માલિકનું નામ બિરેન શિવાભાઇ લાડુમોર છે અને તે સુરતના સરથાણા વિસ્તારમાં જ રહે છે.બિરેન લાડુમોર સુરતમાં બિલ્ડીંગના વ્યવસાય સાથે જોડાયેલો છે.

અઢી લાખ રૂપિયાનો ટેક્સ બચાવવા સુરત પાસિંગ ન કરાવ્યું હોવાનો ખુલાસો

સુરત શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ તેમની સાઈટ ચાલે છે. બિરેને સુરતમાં ટેક્સ બચાવવા માટે બારડોલીથી કારનું પાસિંગગ કરાવ્યું હતું. બિરેન બિલ્ડીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી તેમણે બારડોલીના દસ્તાન ખાતે એક રો હાઉસમાં આ કાર પાસિંગ કરાવી હતી. કાર માલિકે SMCનો અઢી લાખ રૂપિયાનો ટેક્સ બચાવવા સુરત પાસિંગ ન કરાવ્યું હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : Video : અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી MD ડ્રગ્સ ઝડપાયું, એક યુવતી સહિત બે આરોપીની ધરપકડ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">